ભારતીય સેનાના ટેન્ક કમાન્ડરે શું કહ્યુ હતુ જાણો…

યુધ્ધ થાય તો ભારતની ટી-90 ટેન્કો સામે ચીનની હળવી ટેન્કો ટકી નહી શકે,
કમાન્ડરે કહ્યુ હતુ કે, જો યુધ્ધ જેવી સ્થિતિ સર્જાય અને ટેન્કોને પણ મેદાનમાં ઉતરવુ પડે અને ચીન લાઈટ ટેન્કોને યુધ્ધમાં ઉતારે તો ખાતરી સાથે કહી શકું છું કે તે ટી-90 અને ટી-72 ટેન્ક સામે નહીં ટકી શકે.

ચીન સાથે વધતા જતા તનાવની વચ્ચે ભારતે લદ્દાખના દુર્ગમ વિસ્તારોમાં પોતાની સૌથી શક્તિશાળી ટી-90 ટેન્ક તૈનાત કરી છે.આ ટેન્કને ભારતીય સેનાએ ભિષ્મ નામ આપ્યુ છે. ટી-90 અને ટી-72 માઈનસ ચાલીસ ડિગ્રી તાપમાનમાં પણ કામ કરવા માટે સક્ષમ છે.ટી 90 ટેન્ક રશિયન ટેન્ક છે અને રશિયામાં પણ મોટાભાગે ભારે ઠંડી પડતી હોય છે.આમ ટી-90 ટેન્કને ઠંડા વાતાવરણમાં કામ કરી શકે તે રીતે જ ડિઝાઈન કરાઈ છે.
ચીનની હળવી વજનની ટેન્કો ભિષ્મ ટી-90 ટેન્કો સામે ટકી શકે તેવી કોઈ શક્યતા નથી.ઉલ્લેખનીય છે કે ટી 90 ટેન્ક દુનિયાની સૌથી શક્તિશાળી ટેન્કોમાં સામેલ છે