જાણો, ભારત પોતાના એન્ડ્રોઇડ એપ સ્ટોર (mobile app store) લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે…

Google, Apple ને માત આપશે ‘સ્વદેશી’ મોબાઇલ એપ સ્ટોર, જલદી જ થઇ શકે છે લોન્ચ
સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દેશમાં લગભગ 500 મિલિયન સ્માર્ટફોન (Smartphone) ઉપયોગકર્તા છે, જેમાંથી મોટાભાગના Google ના એન્ડ્રોઇડ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ભારતીય કંપનીઓ સતત તેમની નીતિઓની ફરિયાદ કરે છે. એવી સ્થિતિ સ્ટાર્ટઅપ માટે સારી નથી. આ સ્વદેશી એપ સ્ટોરના લોન્ચ થયા બાદ Apple અને Google પર ઘરેલૂ કંપનીઓની નિર્ભરતા ઓછી થશે, તેમના માટે નવો વિકલ્પ ખુલશે. ભારતીય સ્ટાર્ટ-અપ સંસ્થાપક સ્થાનિક એપ સ્ટોરની જરૂરિયાત વ્યક્ત કરી રહ્યાછે.
બેગલુરૂ સ્થિત ગેમિંગ ફર્મ NSF Games ના સહ-સંસ્થાપક વિશાલ ગોંડલે કહ્યું કે અમે ગૂગલને 30% ચાર્જ આપીશું અને ગ્રાહક અધિગ્રહણ માટે પણ ચૂકવણી કરીશું તો અમારો વ્યસાય કેવી રીતે બચશે. એટલા માટે સ્થાનિક એપ સ્ટોર હોવી અતિ જરૂરી છે.