આંતરરાષ્ટ્રીય

અઝેરબૈજાન-આર્મેનિયા વચ્ચે ફરીથી શરુ થઇ લડાઇ

મધ્ય એશિયાના બે દેશો અઝેરબૈજાન અને આર્મેનિયા ની વચ્ચે નાગોર્નો-કારાબાખ માટેની લડાઇ સોમવાર સવારે ફરી શરુ થઇ હતી. બંને દેશો એકબીજા પર હુમલો કરવાનો આરોપ મૂકી રહ્યાં છે.

આર્મેનિયન આર્મીના અધિકારીઓના જણાવ્યા અનુસાર નાગોર્નો-કારાબાખના પાટનગર સ્ટેપનાકર્ટમાં મિસાઇલો થી હુમલો કરવામાં આવ્યો હતો. આ ક્ષેત્ર હાલમાં અજેરબૈજાનમાં છે પણ તેના પર ૧૯૯૪થી આર્મેનિયન ફોર્સનો કબ્જો છે.

આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા શુશાન સ્ટેપનિયને ફેસબુક પર પોસ્ટ માં કહ્યું હતું કે નાગોર્નો-કારાબાખમાં સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે.

બીજી બાજુ અઝૈરબેજાનના સંરક્ષણ મંત્રાલયે આર્મેનિયાના દળો પર બાર્દા, બેલાગન, ટાર્ટર, ગંજા પર તોપમારો કરવાનો આરોપ મૂક્યો છે. અર્મેનિયાના વિદેશ મંત્રાલયે અઝૈરબેજાનના આ દાવાઓને ફગાવી દીધા છે.

આ બંને દેશો વચ્ચે ૨૭ સપ્ટેમ્બરથી લડાઇની શરુઆત થઇ હતી. આ લડાઇમાં કેટલાક નાગરિકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે.

અઝેરબૈજાનના પ્રમુખ ઇલહામ એલિયેવે જણાવ્યું છે કે યુદ્ધ સમાપ્ત કરવાની એક જ શરત છે તે છે અર્મેનિયા નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાંથી પોતાની સેના હટાવે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven + 8 =

Back to top button
Close