દ્વારકાના સિંઘમનું ભોળી જનતા માટેનું નિર્ભયપણે મોટું એલાન- ઉંચા વ્યાજે લીધેલ રૂપીયા સામે..

આથી દ્વારકા શેહરની તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, દ્વારકા શેહરના કોઇ પણ નાગરીકે જરૂરીયાત મુજબ કોઇ પણ વ્યકતી પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા લીધેલ હોય જે પૈસા પરત આપી દેવા છતા અથવા ઉંચા વ્યાજે લીધેલ રૂપીયા પરત આપી શકે તેમ ન હોય તેમ છતા જે વ્યકતી પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધેલ હોય તે વ્યકતી બળજબરીથી, ડરાવી ધમકાવી કે શારીરીક તેમજ માનસીક ત્રાસ આપી પોતે આપેલ પૈસા તથા વ્યાજની પોતે અથવા પોતાના સાગરીતો મારફતે પઠાણી ઉઘરાણી કરતા હોય તો તેઓએ આવા ઇસમોનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો અથવા નીચે જણાવેલ કચેરીએ આવી રૂબરૂમાં જાણ કરવી તેમજ ફરીયાદ કરનાર ફરીયાદીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ઇસમો તેમજ તેમના સાગરીતો બાબતેની તમામ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે તથા વાસ્તવિક હકીકત નિર્ભયપણે દ્વારકા શેહર પોલીસને જણાવવા જાહેર જનતાને પોલીસની નમ્ર અપીલ છે.
(૧) જી.જે.ઝાલા મો.નં. 7874131973
I/C પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારકા પોલીસ સ્ટેશન
સનાતન આશ્રમ પાસ દ્વારકા
મો.નં. 7433975916
te.no. 02892234523