ગોંડલ નજીક ગુંદાળા પાસે અકસ્માતમાં પિતા-પુત્રનાં મોત

ગોંડલ થી ગુંદાળા જતા માગઁ પર વહેલી સવારનાં સર્જાયેલ કાર અકસ્માતમાં મોટી પાનેલીનાં કર્મકાંડી વિપ્ર પિતા પુત્ર નાં મોત નિપજતાં પરીવાર માં કલ્પાંત મચી જવાં પામ્યો હતો.
અજાણ્યા વાહને ઠોકર મારતા ફ્રન્ટી કારનો બુકડો બની ગયો..
ગોંડલના ગુંદાળા નજીક વહેલી સવારે અજાણ્યા વાહને ફ્રન્ટીકારને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં ફ્રન્ટીકાર પીઝું વળી ગઈ હતી અને કારમાં સવાર પિતા-પુત્રના મોત નિપજયા હતાં. મૃત્યુ પામેલા પિતા-પુત્ર ઉપલેટાના મોટીપાનેલી ગામના હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ ગોંડલ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં તજવીજ કરી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તેમનાં લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા અને પિતા સાથે કમઁકાંડ નું કામ કરતાં હતાં. પરીવારનાં મોભીસમાં પિતા પુત્રનાં મોત નિપજતાં પરીવારમાં કલ્પાંત મચી જવાં પામ્યો હતો.બનાવનાં પગલે ઘટનાં સ્થળે દોડી ગયેલ તાલુકા પોલીસે બન્ને મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરીહતી.