ટ્રેડિંગધર્મ

પુરૂષોત્તમ માસની ૩૦ તિથિના વ્રત-દાન

૧. એકમનું વ્રત : પાપ વિનાશક – તલનું દાન

ર. બીજનું વ્રત : રૂદ્રવ્રત – ગોળનું દાન દેવું (પ્રેત યોનિમાંથી છુટે)

૩. ત્રીજનું વ્રત : નીલ વ્રત – માથામાં તેલ ન નાખવું – બ્રાહ્મણને સીધો આપવો.

૪. ચોથનું વ્રત : પ્રીતી વ્રત – ગૌરીપૂજન કરવું (સૌભાગ્યની વસ્તુનું દાન કરવું.

૫. પાંચમનું વ્રત : શિવવ્રત – શેરડીનું દાન કરવું અથવા દૂધનું દાન કરવું (અકાળ મૃત્યુ અટકે)

૬. છઠ્ઠનું વ્રત : સોમવ્રત – મીઠું નહિ ખાવાનું, મીઠાનું દાન કરવું (શત્રુ તથા ગુપ્તરોગ નાશ પામે છે.

૭. સાતમનું વ્રત : સુગતિ – સુખડના લાકડાનું દાન કરવું (સારી ગતિ મળે), ચોખાનું દાન કરવું.

૯. નોમનું વ્રત : વીરવ્રત – શકિત પ્રમાણે નાની બાળકી તથા ગૌરીમાની પૂજા કરવી. શણગારનું દાન કરવું. (પતિ અપરાધમાંથી છુટે).

૧૦. દશમનું વ્રત : ત્ર્યંબકં વ્રત આ દિવસે કુંભદાન દેવું. કુંભ ઉપર દિવો રાખી શિવમંદિરે મુકવો.

૧૧. અગિયારસનું વ્રત : એકાદશી વ્રત : દાન પુણ્યનો અને ઉપવાસનો મહિમા છે.

૧૨. બારસનું વ્રત : અહિંસા વ્રત : કુળદેવનો દિવો પ્રગટાવવો અને કુળદેવની પૂજા કરવી.

૧૩. તેરસનું વ્રત : પ્રદોશ વ્રત – શિવપુજન – શિવ દર્શનનો મહિમા.

૧૪. ચૌદશનું વ્રત : શીલ વ્રત – આ દિવસે ઘરને સાફ કરી ઉંબરામાં સાથીયા પુરવા, કુળદેવીનો દિવો કરવો.

૧૫. પૂનમનું વ્રત : પુરૂષોત્તમ ભગવાનનું પૂજન કરવું. (નિંદાના પાપથી છુટે)

૧. એકમનું વ્રત : દિપણી વ્રત – લાપસી ખાવી, બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું.

૨. બીજનું વ્રત : દ્રઢ વ્રત – આ દિવસે ચંદન – કંકુ – કેસર – અત્તર વગેરે સુગંધી વસ્તુનું દાન કરવું (માતા પિતાના દોષની મુકિત)

૩. ત્રીજનું વ્રત : બિલ્વ વ્રત ગુરૂ, વડીલોનું પૂજન કરવુ, વંદન કરવા (અળદનું દાન કરવું)

૪. ચોથનું વ્રત : વિનાયક વ્રત – ગણેશની પુજા કરવી, ગણેશને લાડુ ધરાવવા, બાળકોને પ્રસાદ વહેચવો.

૫. પાંચમનું વ્રત : નામ પ્રભાકર – સુર્યની પુજા કરવી. એક જ અન્ન ખાવુ, જે અન્ન ખાવુ તેનું દાન કરવું.

૬. છઠ્ઠનું વ્રત : સ્કંદ પૂજન : સુર્યની પૂજા કરવી. સુર્યના બાર નામ લઇ બાર નમસ્કાર કર્યા બાદ ફૂલ ચઢાવવા બપોરે ૧૨ વાગ્યે ૧૨ વખત ધી થી અગ્નિમાં આહુતી આપવી (વૈદ્યૃતિ)

૭. સાતમનું વ્રત : સરસ્વતી વ્રત – ઘર સાફ કરી સાથિયો કરવો અને બાળકોને મિઠાઇ આપવી.

૮. આઠમનું વ્રત : શ્યામ વ્રત-પુરૂષોત્તમ પુરાણ તથા કથા કરનારની પુજા કરવી. દક્ષિણા આપવી.

૮. આઠમનું વ્રત : શ્યામ વ્રત પુરૂષોત્તમ પુરાણની પુજા કરવી (દ્રષ્ટિદોષ નાશ થાય) ચોખાનું દાન કરવું.

૯. નોમનું વ્રત : વિશ્વાનર વ્રત આ વ્રત કરનારે ખીર ખાવી, ચોખાનું દાન કરવું (અગ્નિ દેવ પ્રસન્ન થાય) (વ્યતિપાત) સંપુટ દાન, ગુપ્ત દાન.

૧૦. દશમનું વ્રત : આનંદ વ્રત – આ દિવસે સોનાના – ત્રાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરી દાન આપવું.

૧૧. અગિયારસનું વ્રત : પરમા વ્રત – સૌભાગ્યનું વ્રત છે. આ દિવસે પતિ સેવા તથા પુરૂષોત્તમ ભગવાનનું વ્રત કરવું.

૧૨. બારસનું વ્રત : વીર વ્રત – આ દિવસે તીર્થ સ્નાન કરવું. તીર્થ દેવનું પૂજન કરવું (પુરૂષોત્તમ ભગવાનનું વ્રત)

૧૩. તેરસનું વ્રત : યદુ વ્રત – બપોરે એકટાણું ન કરવું, સાંજે એકટાણું કરવુ. બાળકોને ગોળ – દાળીયા વહેચવા.

૧૪. ચૌદશનું વ્રત : આ દિવસે કાંસાનું દાન આપવું (શરીર શુધ્ધિ થાય છે)

૧૫. અમાસનું વ્રત : આ દિવસે શકિત પ્રમાણે બ્રાહ્મણને સીધાનું દાન, વસ્ત્રદાન આપવું.

જય મહાદેવ

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − 6 =

Back to top button
Close