ગુજરાત

ખેડૂતોને ભોગવવી પડશે હાલાકી- નર્મદા નદીના પાણીને કારણે આવી રીતે ખેતરો થયા નષ્ટ

છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ બનેલ છે. ગુજરાતના દરેક ડેમ લગભગ ઓવરફ્લો થઇ ગયા છે. એવામાં ગુજરાતના સૌથી મોટા ડેમ એટલે કે નર્મદા ડેમના દરવાજા ગઈકાલે ખોલવામાં આવ્યા હતા. પાણીની આવક વધતા નર્મદા ડેમ ના 23 દરવાજા ખાોલીને આશરે નવથી 10 લાખ ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડવામાં આવ્યું હતું. એક સાથે વધારે પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી.
તેને કારણે કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા.

નર્મદા ડેમના પાણીએ કાંઠાના ગામોમાં ભારે તારાજી સર્જી હતી. સૌથી વધારે નુકસાન ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે. હજારો ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે.
રદાર સરોવર નર્મદા બંધમાંથી સતત પાંચ દિવસ સુધી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. નદીના કિનારાના વિસ્તોરમાં આવેલા ખેતરોમાં 20 ફૂટ સુધી પાણી ભરાયા હતા. નર્મદા જિલ્લાના ધનપોર, ધમણાચા, રૂંઢ, હજરપુરા, ભુછાડ, શહેરાવ, તારસાલ સહિતના 24 જેટલા ગામોની સીમોમાં પાણી ભરાતા જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઇ હતી.જિલ્લામાં નર્મદાના પાણીથી આશરે 4,000 હેક્ટર જમીનમાં કેળા, શેરડી, કપાસ, પપૈયા, શાકભાજી સહિતના પાકો નષ્ટ થઈ ગયા છે.

Hurricanes inflict significant regional damage | 2018-10-30 | Food Business News

સતત પાંચ દિવસ સુધી પાણી છોડ્યા બાદ હવે આજે નર્મદા ડેમનું પાણી છોડવાનું આજે ઓછું કરવામાં આવ્યું છે. આ ડેમના પાણી એ છેલ્લા પાંચ દિવસમાં અનેક ગામોમાં ભારે તબાહી મચાવી હતી. અને આ પાણીના વહેણને કારણે અનેક ખેડૂતોને હવે હાલાકી ભોગવવી પડશે.

MDWFP - Damage Caused by Wild Hogs

ખેડૂતોએ આ નુકશાન માટે સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી છે. કૃષિ મંત્રીના જણાવ્યા પ્રમાણે 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તેમને નિયમ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે.આગામી 15 દિવસમાં ખેતીને થયેલા નુકસાનીનો સર્વે પૂરો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. કૃષિ મંત્રીના જણાવ્યા પ્રમાણે 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તેમને નિયમ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે.

બીજી તરફ નર્મદા ડેમની સપાટી 134.80 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો છે. હાલ ડેમમાં 3,87,040 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ડેમના દરવાજા ખોલીને 1,13,320 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close