
- 3 થી 5 ઑક્ટોબર દરમિયાન પંજાબ-હરિયાણામાં કોંગ્રેસની ટ્રેક્ટર રેલી
પંજાબમાં ખેડુતોનું રેલ રોકો અભિયાન નવા કૃષિ કાયદાઓ સામે પોતાનો વિરોધ પ્રબળ બનાવતા પંજાબના ખેડુતોએ ગુરુવારથી અનિશ્ચિત 'રેલરોકો' આંદોલન શરૂ કર્યું છે.
પંજાબના જુદા જુદા વિસ્તારોમાં ખેડુતો રસ્તાઓ અને રેલ્વે પાટા પર બેઠા છે. અહીં અનેક જગ્યાએ ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે. ગત દિવસે અકાલી દળના કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન સુખબીર બાદલ, હરસિમરત કૌરની અટકાયત કરવામાં આવી હતી.
પંજાબ: અમૃતસરમાં ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ આજે રેલ રોકો આંદોલનનું આયોજન કરી રહી છે. આ ખેડૂત આંદોલન 5 ઓક્ટોબર સુધી ચાલશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વીડિયો સંદેશ જારી કરીને ખેડૂતોની માંગને વાજબી ઠેરવી છે. સોનિયાએ કહ્યું કે, મોદી સરકાર ખેડૂતો માટે લોહીનાં આંસુ રડે છે. કોંગ્રેસ અધ્યક્ષે પૂછ્યું કે ખેડૂતોનું રક્ષણ કોણ કરશે, સરકારે આ વિશે વિચાર્યું છે?