દેવભૂમિ દ્વારકા
દ્વારકાના વરવાળા ગામના ખેડૂતોએ મામલતદારને આપ્યુ આવેદનપત્ર..
દ્વારકામાં આ વર્ષ ખુબ વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. અને જે ખેડૂતોના ખેતરમાં વસવાટ કરતા હતા તેઓના ધરમાં પણ ગોઠણડુબ પાણી ભરાઇ જતા તેઓને અન્ય સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અને આ લોકોના જણાવ્યાનુસાર ખેતરમાં પાણી ભરાવાનું કારણ નવા માર્ગ બનાવવા સમયે જુના પાણી નિકાસના પુલીયા હતા તે કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવામા આવ્યા છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ચુક્યા છે. આ મુદ્દે ખેડુતો દ્વારકા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યો હતો અને ધટતું કરવા જણાવેલ હતું.