જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાને માર મરાયાનો આક્ષેપ…

કાજલ મહેરિયાએ એક હજારથી વધારે ગુજરાતી ગીતને સ્વર આપ્યો છે..
છેલ્લા આઠેક વર્ષથી કાજલ આ ક્ષેત્રે કામ કરી રહી છે..

મોઢેરા ખાતે જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મોઢેરા પોલીસ મથકે બે લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. કાજલ મહેરિયાએ બે લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પારિવારિક ઝઘડામાં બોલાચાલી થઈ હતી. જે બાદમાં માર મરાયાનો આક્ષેપ કાજલ મહેરિયા તરફથી કરવામાં આવ્યો છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા વ્યક્તિના ઘરે જ્યારે કાજલ મહેરિયા ગઈ હતી ત્યારે તેને લાફો ઝીંકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. કાજલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કરતા વ્યક્તિના ભાઈના અખરઅંતર પૂછવા માટે ગઈ હતી. કાજલ મહેરિયાના અનેક ગીતો યુ-ટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યા છે. ‘મળ્યા માના આશીર્વાદ’ તેનું ખૂબ જાણીતું ગીત છે. એવી માહિતી મળી છે કે કાજલ મહેરિયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા બાબખાનના ઘરે ગઈ હતી. આ દરમિયાન તેણી પણ હુમલો થયો હતો. એવી માહિતી મળી છે કે બાબખાનના ભાઈની તબિયત પૂછવા માટે કાજલ જ્યારે તેના ઘરે ગઈ ત્યારે બાબખાનના કેટલાક વિરોધીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને બાબખાન સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન બાબખાનના ઘરે આવી પહોંચેલા તત્વોએ કાજલ સાથે ગાળાગાળી કરી હતી અને તેણી પર હુમલો કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.કાજલ મહેરિયાનો જન્મ વિસનગરના ગોઠવા ગામ ખાતે 21 નવેમ્બર 1992 થયો હતો. કાજલના પિતા ખેડૂત છે. કાજલના અનેક ગીત, ગરબા, ભજન, ભક્તિ ગીતો વગેરે પ્રસિદ્ધ થયા છે. કાજલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. કાજલ મહેરિયાએ એક હજારથી વધારે ગુજરાતી ગીતને સ્વર આપ્યો છે. છેલ્લા આઠેક વર્ષથી કાજલ આ ક્ષેત્રે કામ કરી રહી છે. કોરોના કાળ દરમિયાન પણ કાજલ અનેક વખત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી ચૂકી છે.