સુરતના વેપારીની નકલી IPS એ કરી 16 લાખની ઠગાઈ,

આરોપીની ધરપકડ કરવા માટે આશરે 1500 કિમી સુધી તેનો પીછો કર્યો હતો અને તેની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, આરોપી શ્યામ સુંદરે પોતે એક IPS અધિકારી છે તેઓ ડોળ કરીને ગુજરાતના એક વેપારીને ચર્ચગેટની એક ફાઈવ સ્ટાર હોટેલમાં તેના ખાનગી વ્યવસાયિક વિવાદના સેટલમેન્ટ માટે બોલાવ્યો હતો. મુંબઈ પોલીસના એન્ટી એક્સ્ટોર્શન સેલ દ્વારા પકડાયેલ નકલી IPSનું નામ શ્યામ સુંદર સત્યનારાયણ શર્મા ઉર્ફે એસ એસ શર્મા છે.
વેપારી મુંબઈની એમ્બેસેડર હોટલ પહોંચ્યો ત્યારે તેને આરોપીનો અસલી ચહેરો સામે આવ્યો હતો. આરોપીએ પહેલા ગન પોઇન્ટ પર વેપારીને માર માર્યો અને ત્યારબાદ તેની પોતાની કારમાં અપહરણ કરી ગુજરાતના સુરત સ્થિત તેના ઘરે લઈ ગયો હતો. વેપારીને ઘરેથી છોડવાના બદલામાં 16 લાખની ઉઘરાણી કરી ફરાર થઈ ગયો હતો.
આરોપી ફરાર થઈ જતાં પીડિત વેપારી ફરિયાદ નોંધાવવા સુરત પોલીસ સ્ટેશન પહોંચ્યો. ગુનો મુંબઈમાં શરૂ થયો હતો તેથી કેસ નોંધ્યા બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચના એન્ટી એક્સટોર્શન સેલને તપાસની જવાબદારી સોંપવામાં આવી.સૌથી મહત્ત્વની વાત એ છે કે આરોપીની પેટર્ન જોઈને પહેલા જ પોલીસ કર્ણાટક હુબલીના હાઈવે પર તેની રાહ જોતી હતી. શંકાના આધારે લક્ઝરી બસ આવી જતાં પોલીસે તેને અટકાવી નકલી IPS અધિકારીને પકડી લીધો હતો.