ફેસબુક મેસેન્જર, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને એક પ્લેટફોર્મ પર લાવવાની ફેસબુકની યોજના

ફેસબુકના મેસેન્જરથી ઈન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજનું મર્જર
ફેસબુક CEO માર્ક ઝકબર્ગની યોજના છે કે વ્હોટ્સએપ, મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ મર્જ થાય.
ઈન્સ્ટાગ્રામ યુઝર માટે ઈન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજને ફેસબુક મેસેન્જર સાથે મર્જ કરવાનો ઓપ્શન અવેલેબલ કરાવા વિચાર ચાલી રહેલો છે. અર્થાત હવે ઈન્સ્ટાગ્રામ યુઝર તેમના મેસેન્જરના ફ્રેન્ડ્સને મેસેજ કરી શકશે. યુઝર મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ ડાયરેક્ટના મેસેજ અલગ પણ રાખી શકે છે.
આ મર્જરથી યુઝરે અલગથી કોઈ પણ એપ ડાઉનલોડ નહિ કરવી પડે. એક જ પ્લેટફોર્મથી અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે. ઈન્સ્ટાગ્રામ એપના યુઝરને કરેલા મેસેજ અને કોલ ઈન્સ્ટાગ્રામ એપ પર જ રહેશે.
ઈન્સ્ટાગ્રામ પર મેસેજ એક્સિપરિઅન્સને વધારે યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે તેમાં નવા ફીચર પણ ઉમેરાયા છે. તેમાં વૉચ ટુગેધર, સેલ્ફી સ્ટિકર્સ અને વેનિશ મોડ સામેલ છે. વેનિશ મોડમાં એક નિશ્ચિત સમય બાદ મેસેજ ગાયબ થઈ જશે. કેટલાક ફીચર્સ પહેલાં ઈન્સ્ટાગ્રામ અને પછી મેસેન્જર પર લોન્ચ કરવામાં આવશે.