
જ્યાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે અને સેંકડો લોકોએ આ વાઇરસને કારણે જીવ ગુમાવ્યા છે એવામાં હવે લોકોમાં આ વાઇરસ માટેનો ડર ઓછો થતો જાય છે. સામાન્ય જીવન જીવવા માટે લોકો વધુને વધુ પ્રેરિત થતાં જાય છે.

કચ્છ આજે આખા વિશ્વમાં એક જાણીતું નામ બન્યું છે એન તેનું કારણ છે ધોરડો રણોત્સવ, 2020 માં આ રણોત્સવનું આયોજન થશે કે નહીં એ એક મોટો પ્રશ્ન હતો અને જો આ ધોરડો રણોત્સવનું આયોજન થશે તો લોકો બહારથી તેમ ભાગ લેવા આવશે કે નહીં એ બધી બાબતો પર વિચારણા ચાલી રહી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, 12 નવેમ્બરના રોજથી રણોત્સવ શરૂ થાય તે પહેલાથી જ ટેન્ટ સિટીમાં 700 ટેન્ટ બૂક થઈ ગયા છે. જેથી જોઈ શકાય છે કે લોકો કોરોના ને ભૂલીને રણોત્સવને માણવા માટે તૈયાર છે.

કોરોનાને કારણે દરેક તહેવાર-ઉજવણીના કાર્યક્રમો રદ થયા છે. ત્યારે રણોત્સવ પર પણ પ્રતિબંધ લાગશે તેવી શક્યતા છે.પરંતુ પ્રવાસીઓને સફેદ રણ નિહાળવા ઉતારાની જરૂર હશે તો તંબુ નગરી ઊભી થશે તેવું પ્રવાસન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે. કચ્છનો રણોત્સવ ઊજવાશે કે નહીં એ વિષે સરકારે હજુ કોઈ આદેશ આપ્યો નથી. પણ ટેન્ટ સિટીનું આયોજન થશે. કચ્છના ધોરડો રણમાં ટેન્ટસિટી 12 નવેમ્બર શરૂ થશે. જેના માટે બુકિંગ શરૂ કરી દેવાયું છે. હાલ કોરોના વાયરસને લઈને તમામ પ્રકારે પ્રવાસીઓ પર કોઈ જોખમ ઉભું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
.