દેવભૂમિ દ્વારકા

કોરોનાના કપરા કાળમાં પણ દ્વારકામાં ડોકટરોની બદલી થતા ફફડાટ

દ્વારકા તાલુકા હેલ્થ ઓફિસરનો ચાર્જ સાંભળતા ડો.ચાંડેગ્રા ની એકાએક ભાણવડ તાલુકા ના ગુંદા આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી અને ભાણવડ ના તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.રાઠોડ ની જામનગર ખાતે બદલી કરવામાં આવેલ છે.

સુત્રોમાંથી જાણવા મળેલ અનુસાર દ્વારકા જિલ્લામાં આમ પણ ડોકટરની અછત છે એવા સમયમાં ડો રાઠોડની જામનગર બદલી કરવામાં આવેલ છે અને દ્વારકા તાલુકામાં કોઈ કાયમી એમ.બી.બી.એસ ડોકટર નથી એટલે કલ્યાણપૂર ના રાણ આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટરને અહીં ચાર્જ આપી કોરોના સંક્રમણ અટકાવવા મુકેલ હતા એમાં વળી આવો બદલી નો આદેશ થતા તમામ ડોકટર તેમજ સ્ટાફમાં અત્યંત રોષ જોવા મળી રહયો છે આવા મહામારી ના સમયમાં પણ આવા બદલીના આદેશ થતા દ્વારકા જિલ્લાના તમામ ડોકટરોનો ઉત્સાહ પડી ભાંગ્યો છે .અને દ્વારકા તાલુકામાં હવે કોઈ પણ ચાર્જ સાંભળનાર નહિ રહે જેથી દ્વારકામાં કોરોનાનો કહેર વધે તેવી પૂરે પુરી સંભાવના છે.

આવા સમયમાં ડોકટરોની બદલી થતા દ્વારકાના ડોકટરોમાં ફફડાટની લાગણી પ્રસરી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ બદલી તાત્કાલિક અસરથી રદ્દ કરવા ડોકટરો મેદાને ઉતરશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + 14 =

Back to top button
Close