મનોરંજન

વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ બોલિવૂડ અભિનેત્રી તનિષા મુખર્જીને થયો કોરોના..

બોલિવૂડ અભિનેત્રી તનિષા મુખર્જી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે, જોકે તેની રિકવરી ઝડપથી ચાલી રહી છે. કાજોલની બહેન તનિષાએ પોતાની હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું કે, સદનસીબે મારી તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મેં રસીના બંને ડોઝ લીધા હતા, તેથી મારા કોરોના લક્ષણો એટલા ગંભીર નથી અને હું બહુ બીમાર નથી. આ સાથે અભિનેત્રીએ જણાવ્યું કે તેને માત્ર એક દિવસ માટે તાવ હતો.

તનિષા મુખર્જીએ ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો હતો કે કોરોનાના પોઝિટિવ રિપોર્ટ બાદ તેણે પોતાની જાતને આઈસોલેટ કરી લીધી છે. 43 વર્ષીય અભિનેત્રીએ ખુલાસો કર્યો કે “હું તાજેતરમાં એક સામાજિક મેળાવડામાં ગઈ હતી, મેં માસ્ક પહેર્યું હતું પરંતુ ફોટોશૂટ અને વાતચીત દરમિયાન મારે માસ્ક હટાવવું પડ્યું હતુ. જેના કારણે મને લાગે છે કે તે સાંજે હું કોરોના વાયરસના સંપર્કમાં આવી હતી અને ચેપ લાગ્યો હતો.

પગલાંને અવગણી શકાય નહી

તનિષા મુખર્જીએ કહ્યું કે ભલે રસી તેને વાયરસ સામે લડવામાં મદદ કરી રહી છે, પરંતુ તમામ સાવચેતી રાખવા છતાં ચેપ લાગવો એ એક એવી વસ્તુ છે જે તેને દરેક પગલા પર જાગ્રત રહેવાના મહત્વનો અહેસાસ કરાવે છે. કોરોના વાયરસ ગયો નથી, તે હવે આપણા પર્યાવરણનો એક ભાગ છે અને મને લાગે છે કે આપણે પોલિયો અથવા પ્લેગ પર વિજય મેળવ્યો તે રીતે આપણે તેના પર કાબુ મેળવીશું.

આના પર ભાર મૂકતા અભિનેત્રીએ કહ્યું કે જ્યાં સુધી આપણે આને દૂર ન કરી શકીએ ત્યાં સુધી અમે નિવારક પગલાંને અવગણી શકીએ નહીં. અભિનેત્રીએ કહ્યું કે હું કોઈ નવા પ્રકારને લઈને ચિંતિત નથી કારણ કે યોગ્ય માહિતી હોવાને કારણે આપણે કોઈપણ બાબતને પાર કરી શકીએ છીએ. હું લોકોને માત્ર એ સમજવા માટે કહીશ કે રસીકરણ પછી પણ તમને ચેપ લાગી શકે છે. તેથી સાવચેત રહેવાની જરૂર છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 3 =

Back to top button
Close