દેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકામાં લુપ્ત થતી પ્રજાતિ નું કીડીખાઉ મળ્યું..

વિશ્ર્વની વધતી જતી માનવવસ્તીએ ધણી પ્રજાતિને નામશેષ અથવા લુપ્ત કરી નાખી છે. એમાંથી એક છે કીડીખાઉ..

દ્વારકાની પવિત્ર ગોમતી નદીના કિનારે આવેલ એક ધાર્મિક ધર્મશાળાના પાછળના ભાગે આ લુપ્ત થતી પ્રજાતિનું જાનવર કીડીખાઉ દેખાતા સ્થાનિકો ધબરાઇ ગયા હતા. અને દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ફાયર વિભાગના જવાનો વિધાભા, જીતુભાઇ, પ્રવિણ કાપડીએ ધટના સ્થળ પર જઇને આ જાનવરને પકડી પાંજરે પુરેલ, અને લોકોને સમજાવવા પ્રયાસ કરેલ કે આ જાનવર કીડીખાઉ છે.અને તેને સુરક્ષીત જંગલમાં છોડવામાં આવેલ.