હવે અઠવાડિયામાં ત્રણ દિવસની છુટ્ટી અને ચાર દિવસ જ કામ કરશે કર્મચારીઓ…..

કોરોના અને લોકડાઉનને કારણે લોકો હવે વર્ક ફ્રોમ હોમ એટલે કએ ઘરે આરામથી સોફમાં પાયજામો પહેરીને બેઠા બેઠા કામ કરવાથી ટેવાય ગયા છે. હવે જેમ જેમ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે તેમ તેમ લોકો ઓફિસે જવા લાગ્યા છે પણ કોરોનાના કહેર હજુ ઓછો થયો નથી.

પોતાના કર્મચારીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિગ્ગજ ટેક કંપની ગૂગલ એ નિર્ણય કર્યો છે કે હવે એક અઠવાડિયાની અંદર દુનિયાભરમાં તેના જેટલા પણ કર્મચારીઓ છે તેમને ફક્ત ચાર દિવસ જ કામ કરવાનું રહેશે. અઠવાડિયાના બાકીના ત્રણ દિવસ એમને છુટ્ટી આપવામાં આવશે. ટલે કે હવે દુનિયાભરમાં કાર્યરત ગૂગલના દરેક કર્મચારીઓને શુક્રવારથી લઈને રવિવાર સુધી વીકલી ઓફ મળશે.
કર્મચારીઓએ સોમવારથી ગુરુવાર સુધી કામ કરવું પડશે. ટેક્નિકલ પર્સન શુક્રવારે ઓફ નહીં લઈ શકે. એટલે કે એમને 2 દિવસની જ છુટ્ટી મળશે. એ ઉપરાંત ગૂગલે તેમને કર્મચારીને જણાવ્યું કે જો કોઈ કર્મચારી તેમના વીકલી ઓફના દિવસે કામ કરે છે એટલે કે શુક્રવારથી રવિવાર ની વચ્ચે કોઈ કામ કરે તો સોમવારે તેને વીક ઓફ આપવામાં આવશે.

દિગ્ગજ ટેક કંપની ગૂગલના કર્મચારીઓને હવે સપ્તાહમાં ત્રણ દિવસનો વીકલી ઓફ મળશે. કંપનીએ પોતાના દુનિયાભરમાં રહેલા કર્મચારીઓને સપ્તાહમાં ફક્ત ચાર જ દિવસ કામ કરવા જણાવ્યું છે અને ત્રણ દિવસના વીકલી ઓફની જાહેરાત કરી છે. એટલે કે હવે દુનિયાભરમાં કાર્યરત ગૂગલના દરેક કર્મચારીઓને શુક્રવારથી લઈને રવિવાર સુધી વીકલી ઓફ મળશે. કર્મચારીઓએ સોમવારથી ગુરુવાર સુધી કામ કરવું પડશે. કોરોના મહામારીના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે.
હાલ આ મુદ્દો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચિત થઈ રહ્યો છે અને ગૂગલના આ નિર્ણયને લોકો ખૂબ વખાણી રહ્યા છે પરંતુ હવે બીજી કંપનીઓના કર્મચારીઓ પણ આવી વ્યવસ્થાની માંગણી કરી રહ્યા છે.