દ્વારકામાં જલારામ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજય

જલારામ સોસાયટીના લોકો કોરોના તો અમને મારતો મારસે તેની પહેલા આ ગંદકીને મચ્છર અમને મારી નાખશે
દ્વારકામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં લોકોની હાલત કફોડી બની છે ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ગંદકીઓના થર જોવા મળી રહ્યા છે એક તરફ કોરોનાએ દ્વારકામાં કહેર વર્તાવ્યો છે ત્યારે દ્વારકાના જલારામ વિસ્તારમાં કાદવ કીચડમાં રહેતા લોકો નજરે પડી રહ્યા છે.

ઠેર-ઠેર ગંદકીના થર જામ્યા છે તંત્ર જાણે રોગચાળાની રાહમાં બેઠું હોઈ તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે દ્વારકામાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પણ આજે ત્યાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે.
જ્યાં ૬૦ જેટલા ઘરો કાદવમાં મચ્છરોના અને જંતુઓના ઉપદ્રવ વચ્ચે ઘરો ઘેરાયેલા જોવા મળ્યા ગંદકીના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ત્યારે તંત્ર જાણે ગાઢ નિંદ્રામાં સુતેલુ હોઈ તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા સફાઈ મામલે દ્વારકા નગર પાલિકા ખૂબ પાછળ હોઈ તેવો ઘાટ આ દ્રશ્યો પરથી લાગી રહ્યો છે.
લોકોની હાલત ખરાબ છે ત્યારે નગર પાલિકા પણ આ મામલે જાણે બેખબર હોઈ તેવું લાગી રહ્યું છે સ્થાનિક લોકો ગંદકી સામે જીવીને થાકયા હોઈ તેવા દ્રશ્યો દેખાઈ આવે છે.