
કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી, આર્થિક મંદી, બેરોજગારી , મોંઘુ શિક્ષણ સહિતના અનેકવિધ પ્રશ્નોથી લોકો પિડાઇ રહ્યાં છે . સરકારને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં રસ નથી જયારે વિપક્ષને પ્રજાના પ્રશ્નોને લઇને સરકારની આંખ ઉઘાડવા માટે લડત માટે સમય નથી.
મોંઘવારી, આર્થિક મંદી, બેરોજગારી , મોંઘુ શિક્ષણ સહિતના અનેકવિધ પ્રશ્નોથી લોકો પિડાઇ રહ્યાં છે.

આ જોતાં કોંગ્રેસ અને રૂપાણી સરકાર વચ્ચે ગાંધીવૈદનું સહિયારૂ ચાલતું હોય તેવુ ચિત્ર ખડું થયું છે. આગામી 21મીથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગૃહમાં વિપક્ષ જાણે દેખાવરૂપે દેકારાં પકડારા કરીને સતોષ માણી લેશે. ગુજરાતમાં કોરોના અંકુશમાં આવી શક્યો નથી. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અતિવૃષ્ટિને કારણે ખેડૂતો આિર્થક રીતે તબાહ થયા છે.પાકવિમો કે ખેતીની નુકશાનીના વળતરને લઇને હજુ સરકાર માત્ર વચન વાયદા જ કરી રહી છે.સરકારી ભરતીને લઇને બેરોજગારો આંદોલન કરવા મજબૂર બન્યાં છે.