
ઉપલેટા ખેતીવાડી ઉત્પન્ન બજા સમીતીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ આગામી 3જી શુક્રવારના રોજ બપોરે 1ર વાગે જીલ્લા રજીસ્ટ્રારના અઘ્યક્ષ સ્થાને યોજાઇ રહેલી ચુંટણીમાં ચેરમેનપદ માટે હાલમાં 6 દાવેદારો મેદાનમાં આવ્યા છે જયારે વાઇસ ચેરમેન પદ માટે બે મુરતીયાઓ છે.
માકેટીંગ યાર્ડની 16 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી તેમાં પૂર્વ રાજય મંત્રી જયેશભાઇ રાદડીયાના નેતૃત્વમાં તમામ બેઠકો ઉપર ભાજપનાં ભગવાં લહેરાયો હતો ત્યારે આગામી 3ને શુક્રવારે મારકેટીંગ યાર્ડના સભા ખંડમાં બપોરે બાર વાગે ચેરમેન અને વા. ચેરમેનપદ મેળવવા માટે હાલમાં 6 દાવેદારો છે તેઓ જીલ્લા બેંકના ડિરેકટર હરિભાઇ ઠુમર, જીલ્લા સંઘના વાઇસ ચેરમેન દલપતભાઇ માકડીયા, પૂર્વ ચેરમેન જમનભાઇ ગેડીયા, તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઇ માકડીયા અને યુવા ડિરેકટર પરેશભાઇ ઉચદડીયા, રમેશભાઇ ખાંટ જયારે વાઇસ ચેરમેન પદ માટે અગાઉ યાર્ડમાં વાઇસ ચેરમેન તરીકે રહી ચૂકેલા વિનુભાઇ ઘેટિયા અને નવનિયુકત ચૂટાયેલા રણમલભાઇ બામરોટીયા વચ્ચે સ્પર્ધા છે.
આ ચૂંટણીમાં ખેડુત વિભાગના 10 સહકાર વિભાગના 2 અને વેપારી વિભાગના 4 જયારે નગરપાલિકા જીલ્લા રજીસ્ટ્રાર અને ખેતીવાડી અધિકારી પણ મતદાન મો પ્રતિનિધિ ભાગ લઇ શકે છે આમ 16 અને 3 મળી કુલ 19 સભ્યોના બોર્ડમાં ચેરમેન અને વા.ચેરમેનની નિમણુંક થશે.
યાર્ડની ચુંટણીમાં છેલ્લા ત્રણ વર્ષ થી ચુંટાઇ આવતા અને યાર્ડની ચુંટણીમાં હમેશા કિંગ મેકરની ભૂમિકામાં રહી અગાઉ યાર્ડમાં બે વખત નાની ઉમરે વાઇસ ચેરમેન બનવાનું બહુમાન ધરાવતા નિકુલભાઇ ચંદ્રવાડીયાએ આજ વખતે સ્વૈચ્છીક રીતે યાર્ડની ચુંટણીમાં કોઇ પદ માટે દાવેદારી નહિ કરી અન્ય ને તક મળે તે માટે રસ્તો ખુલ્લો કરી આપેલ તેઓનો સંપર્ક કરતાં તેઓએ જણાવેલ કે પાર્ટીમાં જે નિર્ણય આવશે તે સ્વીકારી સૌવ સાથે મળી હોદેદારોને બીન હરીફ ચુંટી કાઢશે. પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલનો પાવર જોતા યાર્ડની ચુંટણીમાં તમામ ડિરેકટરો પાર્ટી લાઇનમાં રહેશે પાર્ટી દ્વારા જે નામ નકકી કરવામાં આવશે તેને આવકારવામાં આવશે તેવું અત્યારે ચિત્ર જોતા જોવા મળશે.