શિક્ષણ વિભાગ: ધો. 9 થી 12ના કોર્સમાં 30% કાપ મુકાશે

શિક્ષણ વિભાગે સ્કૂલોના કોર્સ, રજાઓ અને વેકેશનના દિવસો સહિતનો પ્લાન તૈયાર કર્યો, ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે.વિદ્યાર્થીઓને 100% કોર્સ ભણાવાશે, પરંતુ કાપ મુકાયેલા કોર્સમાંથી પરીક્ષામાં પ્રશ્નો નહીં પુછાય
30 ટકા કોર્સ એવો જ કપાશે કે જે આગળના ધોરણમાં આવતા પ્રકરણ સાથે જોડાયેલો નહીં હોય. કાપ મુકાયેલા કોર્સને શિક્ષકોએ ભણાવવાનો રહેશે, પરંતુ પરીક્ષામાં આ કોર્સમાંથી કોઇપણ પ્રશ્ન પુછાશે નહીં. માત્ર વિદ્યાર્થીઓને જ્ઞાન મળે તે હેતુથી તમામ કોર્સ શિક્ષકોએ પણ ભણાવવાનો રહેશે.
બોર્ડના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથે વારંવાર બેઠકો બાદ 30 ટકા જેટલો કોર્સ ઘટે તેવી તમામ અધિકારીઓ દ્વારા શિક્ષણમંત્રીને કરાઇ હતી, પરંતુ શિક્ષણમંત્રીએ સૂચના આપી હતી કે, જે પ્રકરણ પરીક્ષા માટે કાપ મૂકીએ છીએ તે પ્રકરણ શિક્ષકોએ ભણાવવાના રહેશે
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સીબીએસઇના નિર્ણય બાદ ગુજરાત બોર્ડે પણ કોર્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી, પરંતુ કોર્સમાં કેટલો ઘટાડો કરવો તેના માટે બોર્ડના અધિકારીઓને એક કમિટી બનાવી હતી. વિદ્યાર્થીને ભવિષ્યમાં તકલીફ ન થાય. આવનારા ટૂંક સમયમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ અંગેની જાહેરાત થઇ શકે છે.
ઓગસ્ટ મહિનામાં સ્કૂલો શરૂ થાય તો, સપ્ટેમ્બરમાં શરૂ થાય તો અને ઓક્ટોબરમાં શરૂ થાય તો કેવો કોર્સ રાખવો તેનું માળખું તૈયાર કરાયું હતું.