રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવતા લોકો નિંદરમાંથી ઉઠી ભાગ્યા ઘરની બહાર,12 કલાકમાં કુલ ….

મહારાષ્ટ્રમાં 12 કલાકની અંદર ભૂકંપના 2 આંચકા અનુભવાયા છે. અડધી રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં તો વહેલી સવારે મુંબઈમાં ધરતીકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજિની રિપોર્ટ અનુસાર સવારે 6:36 મિનિટએ મહારાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો લાગ્યો જેનું કેન્દ્ર મુંબઈથી 98 કિલોમીટર દૂર હતું. ભૂકંપની તીવ્રતા 2.7 માપવામાં આવી છે.

વહેલી સવારે જ્યારે લોકો શાંતિથી સૂતા હતા ત્યારે અચાનક ઘરતી કંપી અને તેને કારણે લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા હતા.
એ પહેલા મોદી રાત્રે નાસિકમાં ભૂકંપનો આચકો અનુભવાયો હતો. 12 વાગ્યાની આસપાસ 4 ની તીવ્રતા વાળા ભૂકંપનો આચકો અનુભવતા લોકો ડરી ગયા હતા. જો કએ બંને ભૂકંપના આચકમાં હજુ કોઈ જાન-માલનું નુકશાન થયું હોય એવી ખબર મળી નથી.