દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાણપર ગામે આરોગ્ય કેન્દ્રમાં ફરી ભૂકંપ: તબીબ ગાયબ

છડેચોકમાં પ્રજામાં થઇ રહી છે તરેહ તરેહની ચર્ચાઓ
- ક્યાં ગયા નેતાઓ આવા કોરોના કાળ જેવા સંકટ સમયે તબીબોની એકા એક અદલી કેમ રોકાવી નથી: પ્રજા માંગી રહી છે અનેક જવાબ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાણ ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર થયું વેરાન, દર્દીઓ થઈ રહ્યા છે હેરાન તેવામાં તંત્ર દ્વારા તબીબોની એકા એક અદલી કરવામાં આવી રહી છે,.
કહેવાય છે કે કોઈ વિના કઈ અટકતું નથી પરંતુ સેવાભાવી લોકોની ગેરહાજરી હમેશા લોકમાનસ પર ઊંડી છાપ છોડી જાય છે. કલ્યાણપુરના રાણ આરોગ્ય કેન્દ્રના એમ.બી.બી.એસ ડોકટરની એકાએક અન્યાયી બદલી થતા અહીંના આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓ હેરાન થઈ ગયા છે.ડો.ચાંડેગ્રા દર મહિને ૯ તારીખે સગર્ભા માતા માટે નિદાન કેમ્પનું આયોજન કરતા જે હવે બંધ થયેલ છે. ઇન્ડોર સુવિધા બંધ થયેલ છે.પોસ્ટમોર્ટમ કે એમ.એલ.સી આયુષ ડોકટર હોવાથી થઈ શકે નહીં. ટ્રુ કોપી ,ઉંમરના દાખલા કે ફિટનેસ માટે લોકોએ હવે છેક કલ્યાણપુર કે ખંભાળિયા જવું પડી રહ્યું છે.લોહીના ઓછા ટકા વાળા સગર્ભા બેનોનો અહીં આર્યન સુકરોઝ આપવામાં આવતા જે સેવા હવે બંધ થયેલ છે.ઓપીડીમાં ધરખમ ઘટાડો આવ્યો છે. બ્લડ પ્રેશર તેમજ ડાયાબીટીસની દવાઓ પણ હવે પૂરતા પ્રમાણમાં છે નહિં.લોકો અને સ્થાનિક આગેવાનો ફકત મુક પ્રેક્ષક બની રહ્યા છે.આવા કોરોનાના કપરા કાળમાં જ્યારે રજાઓ કે રાજીનામાં મંજુર થતા નથી એવા સમયે ડોકટરોની બદલી ક્યાં જાહેર હિતમાં થઈ છે એ પ્રશ્નાર્થ છે.? પ્રજામાં છડેચોક તરેહ તરેહની ચર્ચાઓ વચ્ચે અનેક સવાલો ઉઠાવી રહી છે હવે જોવાનું એ રહ્યું કે, દ્વારકાનું તંત્ર નીભર બની બેઠું રહેશે કે પછી આમ આદમીઓના સવાલોના નિરાકરણ કરશે.