ટેકાના ભાવે મગફળીની વહેલી ખરીદી આવકાર્ય
ટેકાના ભાવે ખરીદી અને પાક નુકશાની સર્વે બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
ટેકાના ભાવે મગફળીની વહેલી ખરીદી આવકાર્ય
15 દિવસ પહેલા સરકારે લાભ પાચમ જાહેર કરી ત્યારે સરકારને ખબર નહોતી કે આ વર્ષે અધિક માસ છે ????
સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદીમાં આગોતરું આયોજન કરે
ખેડૂતોને ટ્રેક્ટર લઈને 3 – 4 દિવસ બેસી ન રહેવું પડે તેની સરકાર તકેદારી રાખે
કૃષિમંત્રીશ્રી એ સ્વીકાર્યું છે કે 13 લાખ હેકટરમાં પાક નુકશાની થઈ છે
15 દિવસમાં માત્ર 3 લાખ હેકટરમાં જ સર્વે થઈ શક્યો છે
કૃષિમંત્રીશ્રીના કહેવા મુજબ હજુ 10 લાખ હેકટરમાં સર્વે કરવાનો બાકી છે
જો સર્વે માટે 3 લાખ હેકટર 15 દિવસ થાય તો બાકીના 10 લાખ માટે બીજા 45 દિવસ જોઈએ
જ્યાં સુધી સર્વે ન થાય ત્યાં સુધી ખેડૂત સડેલા પાકનો નિકાલ ન કરી શકે કે ન બીજું વાવેતર કરી શકે
તો 45 દિવસ ખેડૂત પોતાનો સડેલો પાક સર્વે ની રાહ જોઈ ખેતરમાં રાખી મૂકે…???
પાક નુકશાનીમાં દરેક પાક મુજબ સર્વે કેમ કરવું તેની માર્ગદર્શિકા સરકાર જાહેર શા માટે કરતી નથી…????