દેવભૂમિ દ્વારકા
દ્વારકા: યુવતીએ એસીડ પી લેતા મૃત્યુ..

દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર સિનેમા સામે રહેતા કરીમાબેન આલીભાઈ શેખ નામની 31 વર્ષીય યુવતીને છેલ્લા પાંચેક વર્ષથી વળગણની બીમારી હોય, જેના કારણે તેણીએ ઘરમાં રહેલી એસિડની બોટલમાંથી એસિડ પી લેતા તેણીને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ કાસમ આલીભાઈ શેખએ દ્વારકા પોલીસને કરી છે.