દ્વારકા: રાજયભરમાં કોરોના વેકસીન નો ડ્રાય રન ચાલી રહયો છે ત્યારે સર્વેની કામગીરી માત્ર કાગળ પર પૂર્ણ..!

આરોગ્ય તંત્રની રી-સર્વેની વાતો હવાહવાઈ..!
ગુજરાત રાજયમાં આજથી કોરોના વેકસીન આવ્યા પહેલાં રસી વિતરણમાં ખામી ન સર્જાય તે હેતુ રાજ્યભરમાં વેકસીન અંગે ડ્રાય રનની પ્રક્રિન્ચા ચાલી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા હજુ સુધી ગત માસમાં યોજાયેલ સર્વેની કામગીરી અધૂરી રહ્યા બાદ રી-સર્વેની તંત્રની વાતો પણ હવાહવાઈ સાબિત થઈ છે.
દેશભરમાં કો-વેકસીન અંગે જોવા મળતાં ઉત્સાહની સાથે સાથે ગત માસમાં ગુજરાતના તમામ જિલ્લામાં ઘરે ઘરે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ઘરે ઘરે પચાસ વર્ષથી ઉમરના વ્યક્તિઓ તેમજ ગંભીર બિમારીથી પિડીત લોકો સહિતની જાણકારી એકત્ર કરતો સર્વે હાથ ધરાયો હતો. જોકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આરોગ્ય વિભાગના સર્વે અંગે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સમાન સર્વેની કામગીરી માત્ર કાગળ પર કરાયા અંગે. કેરીયાદ ઉઠયા બાદ તેત્ર દ્વારા રીસર્વે કરાવવા અંગેની વાતો વહેતી કરાઈ હતી, જોકે હજુ સુધી, દ્વારકા વિતતારના અનેક સ્થળોએ તપાસ કરાતા આરોગ્ય વિભાગની સર્વે ટીમ આવી જ ન હોવાના નહેવાલો મળતા એક તરફ રાજય ભરમાં ડ્રાય રનની વાતો ચાલી રહી છે ત્યારે દ્વારકા
તાલુકામાં આરોગ્ય તંત્રની સર્વે કામગીરી હજુ સુધી કાગળ પર જ પૂર્ણ કરી હોવાનું પ્રતિત થઈ
રહ્યું છે.
તાલુકા આરોગ્ય અધિકારીની રી-સર્વેની ખાત્રી બાદ પણ સ્થિતિ જૈસે થે.
દ્વારકા શહેર ના અલગ અલગ વિસ્તારમાં સર્વેની કામગીરી માત્ર કાગળ પર જ પૂર્ણ કરી દેવાઈ હોવા અંગે ફરિયાદો ઉઠતાં આ અંગે જે તે વખતે દ્વારકા તાલુકાના ઈનચાર્જ આરોગ્ય અધિકારી તિવારી સાથે ટેલીફોનીક સંપર્ક સાધી સર્વે ની હકીકત અંગે ની માહિતગાર કરતાં તેમણે
તાલુકામાં ફરીથી રી-સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.
જોકે આજની પણ ની કામગીરી જોવા રી-સર્વેની વાતો માત્ર હવા-હવાઈ સાબિત થઈ છે.
રાજ્ય-જિલ્લાના આરોગ્ય અધિકારીઓને ટવીટરથી જાણ થતાં પરીણામ શૂન્ય.
દ્વારકા શહેરના અલગ અલગ વિસ્તારમાં કાગડ પરના સર્વે અંગે રાજ્ય તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી, મુખ્યમંત્રી કાર્યાલય સહિતને ટ્વીટ કરી માહિતગાર કરાયા હોવા છતાં હજુ
સુધી રી-સર્વે સહિતની કામગીરી હાથ ન ધરાતનું પરીણામ શૂન્ય જોવા માંડ્યું છે. દેવભૂમિ
દ્વારકા જિલ્લાના ઓખામાંડલ તાલુક આરોગ્ય, શિક્ષણ સહિત ની બાબતે અન્યો ની સરખામણી એ પછાત છે ત્યારે કોરોના કાળ માં મહત્વ ના સર્વે બાબતે પણ તંત્ર ની બેદરકારી ને લીધે તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપેક્ષા ને લીધે ટેકનોલોજી વડે તંત્ર ને માહિતગાર કરવા છતાં તાલુકામાં રી-સર્વે ની કામ ગિરિ હવા-હવાઈ જણાઈ રહી છે.