દ્વારકા યુકો બેંકની લાપરવાહી આવી સામે આ જ બેન્ક ના સિનિયર સિટીઝન કસ્ટમરને ધુધકારતા

સમગ્ર મામલે દ્વારકા પોલીસ સ્ટેશન માં યુકો બેન્ક ના અધિકારીઓ વિરુધ ફરીયાદ કરાઈ
આમ તો બેંકોના કર્મચારીઓ ખાતા ખોલવા સમયે ગ્રાહકોને ઘરે જઈ જઇ ને બેંકમાં ખાતું ખોલવા મજબૂર કરે છે પરંતુ જ્યારે ખાતા ખોલી ગયા પછી સર્વિસની બાબત આવે ત્યારે ઘણા ગ્રાહકોને ખૂબ કડવા અનુભવો થતા હોય છે ત્યારે દ્વારકામાં પણ આવોજ કિસ્સો સામે આવ્યો છે પણ અહીં ભૂલ બેંકની અને ભોગવી રહ્યા છે સિનીયર સીટીઝન
દ્વારકામાં યુકો બેન્ક ના મેનેજર તથા અન્ય બીજા બે કર્મચારીઓ એ આજે તારીખ 03/10/ 2020 ના રોજ પોતાની ભૂલ ને ઢાંકવાને માટે મારા સેવિંગ એકાઉન્ટ મા રુપિયા 200 ને બદલે 236 રોકડા જમા કરી મને ઉપરોક્ત મેસેજ મોકલેલ છે. રુપિયા એકલાખ નો મારા યુકો બેન્ક એકાઉન્ટ નો ચેક AXIS BANK ને મેં આપેલ હતો પરંતુ યુકો બેન્કે ચેક રીટર્ન કરેલ હતો તેથી AXIS BANK એ Rs.200 ચેક રીટર્ન ચાર્જ ડેબીટ કરેલ છે. આ રુપિયા 200 ને બદલે 236 બેન્ક ના બેદરકાર કર્મચારીઓ એ મારા એકાઉન્ટ મા જમા કરી પોતાની ભૂલ ને ઢાંકી રહ્યા છે. AXIS BANK ને ચેક Rs.100000 નોઅં આપેલ તેના અગાઉ ઘણા દિવસથી ખાતામાં રુપિયા 291017/80 ની બેલેન્સ છે મેં નરેન્દ્ર મજીઠીયા આ મામલે પોલીસ અધિકારી ને પત્રકારો ને તેમજ યુકો બેન્ક હેડ ઓફિસ ને લેખિત ફરિયાદ કરેલછે.