દેવભૂમિ દ્વારકા
દ્વારકા તાલુકા યુવાભાજપ દ્વારા આજ રોજ દ્વારકા તાલુકા માં માસ્ક વિતરણ.

વૃક્ષારોપાણ અને સફાઈ અભિયાન નો પ્રોગ્રામ કરવામાં આવ્યો સેવા સપ્તાહની ઉજવણી સાંજે 4:00 વાગ્યે કાર્યક્રમ કરવામાં આવેલ.

ગુજરાતના પનોતા પુત્રને દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 70માં જન્મદિવસ (17 સપ્ટેમ્બર)ને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યો.

જેના ભાગરૂપે દ્વારકા તાલુકા ભાજપ દ્વારા દ્વારકા તાલુકામાં અલગ અલગ જગ્યા એ સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ લુણાભા સુમણિયા, મેરિપર ગામ ના સરપંચ પત્રામલભા, રાયધરભા કેર, રામભા જગતિયા, સાજીભાઈ, રાજેન્દ્ર પરમાર તેમજ અલગ અલગ ગામના આગેવાન તેમજ સરપંચ ભાઈઓ જોડાયા હતા.