દેવભૂમિ દ્વારકા
દ્વારકા: વિશ્ર્વપ્રસિદ્ધ જગતમંદિરમા પૂજન-અર્ચનનો લ્હાવો લેતા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ..

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ તીર્થક્ષેત્ર દ્વારકાના વિશ્ર્વપ્રસિદ્ધ શ્રી જગતમંદિરે આજરોજ પૂજન- અર્ચન -દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી
પશ્ર્ચિમ ભારતના યાત્રાધામ અને ચારધામ માંના એક તેમજ મોક્ષપુરી દ્વારકામા બિરાજતા ભગવાન દ્વારકાધીશ સમક્ષ શ્રી પૂનમબેન માડમએ પ્રાર્થના કરી “સર્વજન હિતાય સર્વજન સુખાય ” માટે વિશેષ પ્રાર્થના પૂજન કરી સર્વના કલ્યાણની ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમા પ્રાર્થના કરી હતી તેમજ સમગ્ર રાષ્ટ્રના જન જન માટે તંદુરસ્તી અને પ્રગતિની શુભકામનાઓ સાથે શ્રીકૃષ્ણની કર્મભૂમિમા પાવન પુરૂષોતમ માસના અમાસના દિવસે સંસ્કૃતિ -પરંપરા-શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન ધર્મ લાભ લીધો હતો.
