દેવભૂમિ દ્વારકા
દ્વારકા: હાથરસની ધટનાનો વિરોધ વ્યક્ત કરતી અનુસુચિત જાતિ..

હત્યારાને ફાંસી આપો ના નારા ગુંજ્યા..
થોડા દિવસો પૂર્વે ઉત્તર પ્રદેશમાં ધટેલી હાથરસની ધટનાએ સમગ્ર દેશને ફરી અનેક વખત હચમચાવી મુક્યો છે. સગીરા પર થયેલ દુષ્કર્મ અને ત્યાર બાદ તેના મૃતદેહને પરિવારને ન સોંપી, અમુક પોલીસ અધિકારીઓએ બાળી નાખતા, દેશમાં ફિટકારની લાગણી વરસી રહી છે.
આ બાબતનો વિરોધ વ્યક્ત કરવા દ્વારકા અનુસુચિત જાતિના લોકો દ્વારા સભા યોજવામાં આવી હતી તથા આરોપીઓને ફક્ત ફાંસીની સજા આપવા માંગણી સાથે મૃતકને મીણબત્તી સળગાવી શ્રધ્ધાંજલી આપી હતી.
આ બાબતનો વિરોધ વ્યક્ત કરવા દ્વારકા અનુસુચિત જાતિના લોકો દ્વારા સભા યોજવામાં આવી હતી તથા આરોપીઓને ફક્ત ફાંસીની સજા આપવા માંગણી સાથે મૃતકને મીણબત્તી સળગાવી શ્રધ્ધાંજલી આપી હતી.