દેવભૂમિ દ્વારકા
દ્વારકા: જિલ્લા પંચાયત અને ખંભાળીયા નગરપાલિકાની ચુંટણી માટે મુસદ્દારૂપ મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ..

રાજયચુંટણી આયોગ, ગાંધીનગરના પત્રથી નવેમ્બર ૨૦૨૦માં યોજાનાર ૬, મહાનગરપાલિકા, ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયતની ચુંટણી માટે નમુનારૂમ મતદારયાદી તૈયાર કરી ૯-૧૦-૨૦૨૦ ના રોજ નિયમોથી નિયત થયેલ સ્થળોએ જાહેર જનતાની જાણ માટે પ્રાથમિક પ્રસિધ્ધિ કરવાની સુચના થઇ આવેલ.
જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તાલુકા/ જિલ્લા પંચાયત અને ખંભાળીયા નગરપાલિકાની ચૂંટણી માટે નમુનારૂપ મતદારયાદી તૈયાર કરી તા.૦૯-૧૦-૨૦૨૦ના રોજ નિયોજિત કરવામાં આવેલ સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવેલ જ છે. જે અંગેની જાણ જાહેર જનતાને થવા રાજય ચુંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.