Bravo-દ્વારકામાંથી સગીરાનું અપહરણ કરીને ભાગી ગયેલ આરોપીને મધ્યપ્રદેશથી દબોચી લેતી દ્વારકા પોલીસ

દ્વારકા પો.સ્ટે. કલમ ૩૬૩, ૩૬૬, મુજબનો ગુન્હો તા. ૨૫/૦૯/૨૦૨૦ ના રોજ જાહેર થયેલ જેમાં ફરી.ની સગીર વયની દીકરીને આરોપી સુરજ નામનો વ્યક્તિ રહે એમ.પી.વાળા ફરી. ના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી અને લઇ ગયેલ હોય જેની તપાસ દ્વારકા પો.સ્ટે.ના પો.ઇન્સ. પી.બી.ગઢવી.સા. કરતા હોય અને જે આરોપીને તથા ભોગ બનનારને શોધી કાઢવા સારૂ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સુનીલ જોષી સાહબે સ્પષ્ટ સુચના આપતા તેમજ ના પો અધિ. સાહેબ શ્રી ચૌધરી સાહેબ માર્ગદર્શન હેઠળ આરોપીને પગેરૂ દબાવી અને અલગ અલગ ટીમ બનાવી જેમાં પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલાને ટીમ સાથે મધ્યમપ્રદશ ખાતે તપાસમાં મોકલતા તેઓએ ત્યાંથી લોકેશન આધારે આરોપી તથા ભોગ બનનારને હસ્તગત કરી અત્રે લાવી અને ફરી.ને તેની દીકરી સોપતા તેમના કુટુંબમાં હર્ષની લાગણી પ્રસરી ગયેલ હોય અને આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ ચાલુ કરેલ છે.
કામગીરી કરનાર અધિ શ્રી તથા કર્મચારી
(1) પોલીસ ઇન્સ્પેકટર પી.બી.ગઢવી દ્વારકા પોલીસ સ્ટેશન
(2) પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા.સા.દ્વારકા પો.સ્ટે.
(3) એ.એસ.આઇ.રમેશભાઈ નાખવા
(4) એ.એસ.આઇ શક્તિસિંહ જાડેજા
(5) પો.હેડ કોન્સ. કિશોરભાઇ મેર
(6)પો.કોન્સ. કુલદીપસિંહ ખુમાણ
(7) પો.કોન્સ. હીન્દ્રસિંહ જાડેજા
(8) મહીલા પોલીસ ગીતાબેન જોષી