ગુજરાત ૨૪ ન્યુઝના અહેવાલનો પડઘો

- દ્વારકાના રૂપેણ બંદરે ચાલતું મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરતી દ્વારકા પોલીસ
- રૂપેણ બંદરે બોટના આઉટલેટ એન્જિનની ટેક્સ ચોરી-સબસિડીનું મસમોટું કૌભાંડ આચરતા દ્વારકાના લોહાણા અગ્રણી સહીત ચાર શખ્સો ઝડપાયા
Gujarat 24 news : દ્વારકાના રૂપેણ બંદર ઉપર છેલ્લા ત્રણે’ક વર્ષથી માછીમારી ભાઈઓ માટે બોટમાં લગાવવામાં આવતું આઉટલેટ મશીન તેમજ અન્ય બોટને લગતી સામગ્રીનું મસમોટું કૌભાંડ પણ રૂપેણ બંદરમાં ચોક્કસ દલાલો દ્વારા મસમોટુ કૌભાંડ કરવામાં આવી રહ્યું હતું આ કૌભાંડનો અહેવાલ Gujarat 24 News દ્વારા નીડરતા અને નિષ્પક્ષતાથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આજે દ્વારકાના રૂપેણ બંદર ઉપર ચાલતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ દ્વારકાના રૂપેણ બંદર ઉપર છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતા આ કૌભાંડમાં આઉટલેટ એન્જિન મશીન રાજ્ય બહારથી એમ કેન પ્રકારે તથા જે પાર્ટીના આઈડી તેમજ તેમના બેંક ખાતામાં જ પણ મોટી રકમની એન્જિન મંગાવવામાં આવતા હતા. પરંતુ ખરેખર જે પાર્ટીના આઈડી તથા તેમના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થાય છે તેમના નામના એન્જિન આવે છે તે ખરેખર મંગાવનાર તેનો ઉપયોગ પણ કરતાં નથી પરંતુ એન્જિન અમુક ચોક્કસ દલાલો દ્વારા બારોબાર વેંચી મારવામાં આવે છે અને આ નેટવર્ક પણ બંદર ઉપર બની બેઠેલાં અમુક બેથી ત્રણ દલાલ દ્વારા આમ કૌભાંડ આચરવામાં આવતુ હતું.
દ્વારકાના રૂપેણ બંદર ઉપર પોલીસ ત્રાટકી હતી અને આ મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. બનાવની જગ્યાએ આરોપીઓ (1) દ્વારકાના જાણીતા લોહાણા મનસુખ નાથાલાલ બારાઈ (૨) સદામ જાકૂબ સમા (3) કરીમ કમાલ સમા (૪) અનવર અલી ભેંસલીયા કુલ ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ આરોપીઓ વિરુદ્ધ સી. આર.પી.સી. કલમ (૧૦૨) મુજબ પોલીસ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.