દેવભૂમિ દ્વારકા
દ્વારકા: સેવાકિય સંસ્થા શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ ની પ્રશંસનીય કામગીરી થી સંસ્થા ને મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવેલ.

સિંગાપુર રહેતા સ્વ. શંકરલાલ ખીમજીભાઈ રાયમંગીયા હ. શ્રી દર્શકભાઇ શંકરલાલ રાયમંગીયા એ સંસ્થા ની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી ને સંસ્થા ને દ્વારકામાં રહેતા તેમના કાકા શ્રી નરેન્દ્રભાઇ રાયમંગીયા દ્વારા શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ ને વોકર ફોલ્ડિંગ નંગ – ૫, વોકાર સદા નંગ – ૫, ટોયલેટ ચેર નંગ – ૫, વગેરે આ સંસ્થા ને અર્પણ કરેલ.જેમાં ઉપસ્થિત વેપારી અગ્રણી શ્રી કનુભાઈ ગોરધનદાસ ભાયાણી, રઘુવંશી સોશ્યલ ગ્રૂપ ના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ગોકાણી, શ્રી નરેન્દ્રભાઇ રાયમંગીયા અને સંસ્થા ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ઝાખરિયા ઉપસ્થિતિમાં આ મેડિકલ સાધનો સુપ્રત કરેલ હતા.જે બદલ શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ઝાંખરિયા તથા દરેક સભ્યો સ્વ. શંકરલાલ ખીમજીભાઈ રાયમંગીયા હ. શ્રી દર્શક ભાઈ શંકરલાલ રાયમંગીયાં ( સિંગાપુર) નો આભાર માને છે