દેવભૂમિ દ્વારકા
દ્વારકા : વાલ્મિકી સમાજની દિકરી, મનીષાને ન્યાય આપવા બાબત..

ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ વાલ્મિકી સમાજની દિકરી મનીષા પર થયેલા અત્યાચારને સખત શબ્દોમાં વખોડી કાઢીયે છીએ.
વર્ષોથી આવી અત્યાચારો તમારી બહેન દિકરી સાથે બનતા રહે છે. ફરી આવી નિંદનીય ઘટનાઓ કોઈપણ સમાજની બહેન /દીકરીઓ સાથે ન બને તેથી બહેન મનીષાના દોષીઓને સખતમાં સખત સજા થાય એવી અમારી દ્વારકા વાલ્મિકી સમાજની લાગણી છે આવા નરાધમો ને ફાંસીની સજા થાય જેથી કરીને ફરી આવું કૃત્ય કરવાનું કોઇપણ વિચારી ન શકે…