દ્વારકા: ચાલો જાણીયે દ્વારકા ના ભથાણ ચોક ની મોહન ટોકીઝ વિશે,

દ્વારકાની મોહન ટોકીઝ.
ભથાણચોકની મોહન ટોકીઝ, એક સમયે તેનો જમાનો હતો. આ થિયેટર કિશનચંદ ભાટિયાનો પરિવાર ચલાવતો તેનું સંચાલન મુરલીશેઠ નંદી શેઠ ભાટીયા કિશોર ભાટિયા કરતાં હતા. કિશનચંદ શેઠના ભાઈ ખીમચંદ શેઠનું મીઠાપુરમા અશોક ટોકીઝ ચલતું.
શ્રી કિશનચંદ શેઠ ભાટિયાનો પરિવાર ૧૯૪૭ માં ભારત/પાક. ભાગલા વખતે કરાંચીથી દ્વારકા આવ્યો. આ પરિવાર ભથાણ ચોકથી થોડે દૂર ગૌશાળા સામે મોદી બિલ્ડિંગમાં વસી ગયો. ને કાળક્રમે કિશનચંદ શેઠે સિનેમા ઉદ્યોગમાં ઝંપલાવ્યું. તેમણે ધંધાની શરૂઆત મોહન ટોકીઝ ભથાણ ચોકથી કરી. ટોકીઝમાં બે ટીકિટ બારીઓ હતી.

પશ્ચિમ તરફ સિનેમા હોલ ને સ્ક્રીન હતા. સ્ક્રીન પાસે જયંત પેઈન્ટરે બનાવેલા સુંદર મોટા શ્રીરામ શંકર કૃષ્ણના ચિત્રો જોવાતાં. સિનેમા હોલમાં ફસ્ટ, સેકન્ડ ને થર્ડ ત્રણ ડોર હતાં અહીં ડોરકિપર રહેતાં. તેમના કેટલાક નામ મને આજ પણ યાદ છે. કલ્યાણજી સતવારા, કણભા વાધેર, માર્કન્ડ ગુગળી, સોમભા વાઘેર રવજી કચ્છી, તો અભુભા ચોકીદારીને ડોરકિપર બન્નેની ફરજ નિભાવતા.
મોહન ટોકીઝે અનેક વર્ષ દ્વારકાની પ્રજાનું સુપેરે મનોરંજન કર્યું. તો અનેકને રોજીરોટી પણ આપી. આ જમીન મૂળભૂત કાંતીશેઠની ભાટિયા પરિવારે ભાડે રાખેલા કાંતીશેઠના મૃત્યુ બાદ તેમના પારિવારિક સદસ્ય ઓખાના ત્રિકમદાસે કોર્ટ કરી છોડાવવા લીધી. અને દ્વારકામાં સિનેમાં ઉદ્યોગ/મનોરંજનનો યુગ આથમી ગયો.

સનેમાં ચલાવી શેઠ કિશનચંદ ભાટિયાનો પરિવાર ખૂબ સમૃદ્ધ થયો. તેઓ મંદિર ગુગલી પરિવારોને મદદરૂપ થતાં તો દ્વારકાધીશને કુંડલા ભોગ ધરાવતાં. આ પરિવાર માખણમાથી મલમ બનાવતા તે જેતે સમયે દાજી ગયેલા માટે અક્ષિર દવા ગણાતી આ દવા લોકોને મફતમાં આપતાં. હાલ આ પરિવારના કેટલાક સભ્યો વિદેશ વસે છે. મુરલીશેઠ છેટ સુધી દ્વારકામાં રહ્યાં નું યાદ તો, આજ મોદી બિલ્ડિંગ એકલું એટુલું ભેંકાર લાગે.