દેવભૂમિ દ્વારકા

દ્વારકા જગતમંદિર-પરિસરને રજતભસ્મ દ્વારા કરાયું સેનેટાઈઝ

જામનગર : ચાર ધામ પૈકીના એક એવા દ્વારકા ખાતેના ભગવાન દ્વારકાધીશ મંદિરે દરરોજ ભક્તોનો પ્રવાહ શીશ ટેકવવા આવે છે. દેશ-દુનિયામાંમાંથી આવતા ભાવિકોમાં કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે આજે જગત મંદિરને રજતભસ્મ દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. સરકારી ધારા ધોરણો મુજબ આયુર્વેદ પદ્ધતિને આવરી લઇ મંદિર અને પરિસરમાં આ કામગીરી કરવામાં આવી છે.

હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા લોકડાઉન-અનલોક પીરીયડની અમલવારી કરવામાં આવી છે. છતાં પણ કોરોનાને સંક્રમિત થતા રોકી શકાયો નથી એ વાસ્તવિકતા છે. સરકાર દ્વારા લાંબા સમય બાદ દેશના ધાર્મિક સ્થળો પરથી પ્રતિબંધ હટાવી લેતા ભાવિકો અનેરી શ્રધ્ધા સાથે મંદિર તરફ આવાગમન કરી રહ્યા છે.

દ્વારકા ખાતેનું ભગવાન દ્વારીકાધીસનું જગત મંદિર પણ ભાવિકોમાં અનેરી આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે હાલ મંદિર પરિસરમાં કોરોના સંક્રમિત ન થાય તે માટે અલગ રીતે મંદિરને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આજે પોલીસની હાજરીમાં રજત ભસ્મ મિશ્રિત પાણી દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. જામનગરની પેઢીએ મંદિરોમાં આ પ્રકારના સેનેટાઇઝ ઉપયોગ કરવાની શરૂઆત કરી છે.  આંતરરાષ્ટ્રીય લેવલના માપદંડ મુજબ મંદિરને રજતભસ્મ દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. મંદિર ઉપરાંત પરિસરમાં આવેલ ઓફીસને પણ સેનેટાઈઝ કરવામાં આવી હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 16 =

Back to top button
Close