દેવભૂમિ દ્વારકા
દ્વારકા: પાવન પરષોત્તમ માસ, અમાસના દિવસે બહોળી સંખ્યામાં ભક્તોનું પવિત્ર ગોમતીઘાટે સ્નાન..

પાવન પરષોત્તમ માસના અમાસના દિવસે ભક્તોનું પવિત્ર ગોમતીમાં સ્નાન. પવિત્ર પરષોત્તમ માસ ચાલી રહ્યો હોય અમાસના દિવસે બહોળી સંખ્યામાં ભક્તોનો ઘોડાપુર ગોમતીઘાટે જોવા મળ્યો. યાત્રિકોની અવરજવર વધતા જ ગોમતી નદી પણ લોકો ના કારણે પ્રદુષિત બનતી નજરે આવી.
લોકો જવાબદારીનું ભાન ભૂલ્યા હોઈ તેમ ગોમતીમાં પ્લાસ્ટિકના કચરા ફેંકી જતા ગોમતીમાં કચરો જોવા મળ્યો.અતિ સ્વચ્છ રહેતી ગોમતી યાત્રિકો ઉભરાતા પ્લાસ્ટિકના કચરાઓથી દૂષિત દેખાઈ.
