દ્વારકા: હાલારના શિક્ષણ વિદોના પ્રશ્ર્ હલ થતાં રાજ્ય સંઘોની રજુઆત ફળી જાણો..

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા તાજેતરમાં પૂર્વ બોર્ડ સદસ્ય રાજેશભાઇ વસરા, મહામંત્રી અરજનભાઈ ગોજીયા અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકના રામદેભાઈ ગોજીયા દ્વારા ગ્રાન્ટેડ શાળાઓના વિવિધ પડતર પ્રશ્નો બાબતે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમને રજુઆત કરવામાં આવી હતી. આ માટે એક આવેદનપત્ર પત્ર પણ આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ત્રણ માંગણીઓ રજૂ કરાઈ હતી.
આ પણ વાંચો
ગુજરાત: Covid vaccine ની સજ્જતા ચકાસવા વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સુકા દોડ..
આ માંગણીઓમાં વર્ષ 2016 પછી નિમણૂક પામેલા શિક્ષણ સહાયકને કાયમી રક્ષણ બાબતે તાજેતરમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિવિધ સંઘોની અને સાંસદની માંગણી સ્વીકારી, અત્યાર સુધીના ભરતી થયેલા શિક્ષક ભાઈ- બહેનોને કાયમી રક્ષણ આપેલ છે.
આ તકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકોએ સાંસદ પૂનમબેન માડમ અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ ચૌધરી તથા ઉ.મા. પ્રમુખ ભરતભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.