દ્વારકા: જમીન કૌભાંડના કેસમાં તમામ આરોપીનો છુટકારો, એડવોકેટ શ્રી સંજય રાયઠઠા ની મહેનત ખરી ઉતરી..

દ્વારકાના બહુચર્ચીત બબુ તલાટી વાળા જમીન કોભાંડના કેશમાં તમામ આરોપીનો છુટકારો દેવભૂમી દ્વારકા જીલાના દ્વારકા તાલુકાના દ્વારકા ગામના રે.સર્વે નં.૬૫ વાળી જમીનના બહુચચીત કેશમાં તમામ આરોપીનો નિર્દોષ છુટકારો (દ્વારકાના એડી.ચીફ જ્યુડી.મેજી. નો ચુકાદો) દ્વારકા મુકામે બહુચર્ચીત રે.સર્વે નં.૬૫ વાળા કેશમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે.
કેશની વિગત અનુસાર દ્વારકાની કહેવાતી કરોડો રૂપીયાની જમીન જે જલારામ સોસાયટી પાછળ રે.સર્વે નં ૬૫ વાળી પુર્વ દીશામાં આવેલ જમીન અંગે ફરીયાદીના આક્ષેપ અનુસાર સદર જમીનના માલીક કચરા ના હોય તેના ખોટા વારસદારો ઉભા કરી વારસાઇ કરાવી આ જમીન માલીકી હકક પત્રકએ નં.૬ માં ખોટા વારસદાર બની નોંધ પડાવી અલગ અલગ ઇસમોને વેચાણ દસ્તાવેજ કરીને વેચીમારી જે કુલ નવ (૯) આરોપીઓએ સુનીયોજીત કાવતરૂ રચી આર્થીક લાભ મેળવવા સબબ કોંભાડ કરેલા હોય ફરીયાદી પ્રાણજીવન મુળજીભાઇ રાયઠઠા રે.દ્વારકાવાળાએ ફોજદારી ફરીયાદ કરેલ જે અનુસંધાને આરોપીઓ કાનાભાઇ ટીડાભાઇ કોરડીયા વિ.૯ જણા સામે પોલીસે ધોરણસર ગુન્હો દાખલ કરેલો.
જેમાં દ્વારકા મુકામે પીટીશન રાઇટર, સીટી તલાટી, નાયબ મામલતદાર, સહીતની પોલીસે ધરણપકડ કરેલ અને તમામ આરોપીઓ વિરુધ્ધ આઇ.પી.સી કલમ ૧૨૦(બ), ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૪ર૦ મુજબ ગુન્હા સબબ ચાર્જશીટ દાખલ કરેલ હતુ. જે બાબતે દ્વારકા કોર્ટ માં ફરીયાદ કેશ અંગે કાર્યવાહી થયેલ જેમાં પુરાવો પુરો થયા બાદ ધોરણસર દલીલ ના તબકકે આરોપી નં.૭ અબુ ઉર્ફે જગદીપ મીન તરફે સંજય પી. રાયઠઠા એડવોકેટ એન્ડ નોટરી દ્વારા વિસ્તૃત રીતે તમામ પુરાવા તથા કાયદા મુજબ લેખીત દલીલ રજુ કરવામાં આવી હતી. અને તમામ આરોપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. તેમજ આરોપી બબુ ઉર્ફે જગદીપ મીન તરફે દ્વારકા સીનીયર એડવોકેટ શ્રી સંજય પી. રાયઠઠા રોકાયેલા હતા.