ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકાધીશ જગતમંદિર માં આવતીકાલે ઉજવાશે દશેરા નો ઉત્સવ

દશેરા એ શૌર્ય અને વિરતા નો તહેવાર છે અને દશેરા નુ મહત્વ એ દ્વારકાધીશમંદિર માં પણ ભગવાન ની સેવા માં આવેલુ દશહરા ના દિને ભગવાન દ્વારકાધીશજી ને સાંજ ના સમયે રજવાડી શ્રૃંગાર ધારણ કરાવવા માં આવે છે. અને ઠાકોરજી ના શ્રીમસ્તક પર દશેરા ના દિને વિશેષ રજવાડીસાફો પણ બાંધવા માં આવે છે. રાજાધિરાજ ને શ્રૃંગાર માં વિશેષરૂપે ઢાલ તલવાર પણ અર્પણ કરવા માં આવે છે અને દશેરા ના દિને શસ્ત્રપુજા ઉપરાંત શમી ના વૃક્ષ ની પુજા નુ પણ મહત્વ હોય છે. એટલે આ દિને રાજાધિરાજ ના ઉત્સવ સ્વરૂપ ગોપાલલાલજી ને સાંજ ના સમયે પાલખી માં બિરાજમાન કરાવી નગર ની બહાર શમીપુજન કરાવવા માટે લઈ જવા માં આવે છે. અને આ પુજન માં ગ્રામજનો ઉપરાંત વેપારીમંડળ પણ વિશેષરૂપે જોડાતો હોય છે.