દશેરા-દીવાળીની ઉજવણી નવા નિયમો સાથે કરવી પડશે જાણો સરકારની નવી ગાઇડલાઇન..

આ ગાઇડલાઇન્સ મુજબ કાર્યક્રમમાં ભાગ લેનારા કલાકારો અને ક્રૂ મેમ્બર્સે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.
આ ગાઇડલાઇન્સ મુજબ કાર્યક્રમમાં ભાગ લેનારા કલાકારો અને ક્રૂ મેમ્બર્સે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને આયોજનમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે. કોરોના કાળમાં આવનારા દિવસોમાં તમામ ફેસ્ટિવલ્સને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. આ તહેવારની સીઝન સાથે જોડાયેલ તહેવાર, મેળા, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, જુલૂસ અને અન્ય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે

તહેવારની સીઝન સાથે જોડાયેલ તહેવાર, મેળા, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, જુલૂસ અને અન્ય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.તહેવારોને લઈને સરકાર તરફથી જાહેર કરાયેલી ગાઇડલાઇનમાં લોકોને જાગૃત કરવામાં આવે છે. મંત્રાલયે બધા લોકોને ઘરોમાં રહીને તહેવારો ઉજવવાની અપીલ કરી છે.
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારના ધાર્મિક પૂજા-પાઠ, કાર્યક્રમ, તહેવાર, મેળા, સાંસ્કૃતિક કાર્યક્રમ, જુલૂસ અને લોકોને ભેગા કરતા કાર્યક્રમોને મંજૂરી રહેશે નહીં. ધાર્મિક સ્થાનો અને નવરાત્રિના પંડાલોમાં મૂર્તિને અડવાની મનાઇ હશે. તહેવારોમાં સાફ-સફાઇ, થર્મલ સ્ક્રીનિંગ, સેનેટાઇઝનની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.