ગુલાબજાંબુના પેકેટની એક્સપાયરી ડેટને લઈને જોરદાર માથાકૂટ- દ્વારકાના સિંઘમ આવ્યા એક્શનમાં…

ગઇકાલ રોજ સાંજના સાતેક વાગ્યે રાંદેલ પ્રોવિજન સ્ટોર દુકાને લાખાભાઇ
ભેસલીયાની પત્ની ગુલાબ જાંબુનું લોટનું પેકેટ ખરીદ કરવા માટે આવેલ હોય અને ફરી. એ તથા
તેના દિકરાએ તેણીને આ ગુલાબ જાંબુના લોટનું પેકેટ રૂ.૭0/- માં વેચાણ થી આપેલ હોય અને
થોડીવાર પછી સાત ને દસ મીનીટે તેનો દીકરો યાકુબ લાખાભાઇ ભેંસલીયા ફરી દુકાને આવેલ તથા સાહેદને કહેવા લાગેલ કે આ ગુલાબ જાંબુના લોટના પેકેટ ઉપર એક્સપાયરી ડેટ જતી રહેલ હોય તો શું કામ તમો એ અમોને આપેલ છે. તેમ કહી સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો કાઢી અને ત્યારબાદ લાખા જુમા ભેસલીયા તથા સુલેમાન ઇકબાલ ભેસલીયા તથા યુસુબ ડાડાભાઇ ભેંસલીયા ત્રણેય જણા આવી અને ઉપરોક્ત ચારેય જણાએ દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરી ને તથા તેના દીકરા રાજેશને ઢીકા પાટુનો મૂઢ મારમારી જાનથી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામાં એક બીજાને મદદગારી કરી.
ત્યારબાદ દુકાન માલિક દ્વારકા પોલીસ સ્ટેશન પર જઈ પીએસઆઇ ગજેન્દ્ર સિંહ ઝાલાને ફરીયાદ કરી હતી. ફરીયાદના આધારે પીએસઆઇ ગજેન્દ્ર સિંહ ઝાલાએ દુકાન પર જઈને સીસી ટીવી ફુટેજ તપાસી ચારેય આરોપીની ધરપકડ કરી સરભરા કરી હતી.
ગજેન્દ્ર સિંહ ઝાલા, પીએસઆઇ દ્વારકા પોલીસ. લોકોને સંદેશો આપતા દ્વારકા શાંતિપૂર્ણ શહેર છે. અહી કોઇની પણ ખોટી દાદાગીરી નહી ચલાવી લેવાય, કોઇ વેપારી કે અન્ય કોઈ પણ લોકોને સમસ્યા હોય તો મારી પાસે આવી શકે છે.