ક્રાઇમ

ડ્રગ્સની તપાસ સુશાંતના મૃત્યુ સાથે સંબંધિત નથી, રિયાની જામીન અરજીનો એનસીબીએ વિરોધ કર્યો

સુશાંતના વિસેરા રિપોર્ટમાં પણ તેના શરીરમાં ઝેર કે તેના જેવા કોઇ કેમિકલનુ કોઇ પ્રમાણ કે અંશ મળ્યું ન હોવાનુ સ્પષ્ટ થયુ છે.

સોમવારે રાત્રે મોડેથી એઇમ્સની ફોરિન્સિક ટીમે સીબીઆઇને આ મુજબનો અહેવાલ પણ સોંપ્યો હતો. દરમિયાનમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકે કરેલી જામીન અરજીનો વિરોધ કર્યો હતો.કોર્ટમાં બનેના જામીનની અરજીની સુનાવણી ચાલુ છે સપ્ટેમ્બરે એનસીબીએ રિયાની ધરપકડ કરી હતી.આ ડ્રગ સિન્ડિકેટ છે. ડ્રગનો વ્યવહાર સુશાંત સાથે મર્યાદિત નથી. તે એક ગ્રાહક હશે પણ આખો વ્યવહાર તેના સુધી સિમિત નથી.

બોલીવૂડના ડ્રગ્સ કનેક્શનના મામલે ટોચની અભિનેત્રીઓ બાદ ત્રણ અભિનેતાના ફોનને સર્વેલન્સ પર રાખવામાં આવ્યા છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના સૂત્રોને અને મીડિયા રિપોર્ટ જણાવે છે કે, ટોચના અભિનેતાઓ પર અમે દેખરેખ રાખી રહ્યા છીએ. તેમના ફોન સર્વેલન્સ પર છે અને તેમની ટેલિફોનિક ગતિવિધિિઓ પર અમારી નજર છે. તેમના અંગે ઈનપુટ્સ કે પુરાવા મળે એટલે અમે તેમને ઉલટ તપાસ માટે બોલાવીશું.એનસીબીએ વ્યાપક બનતી જતી તપાસમા મદદ માટે અમદાવાદ,ચેન્નાઈ, બેંગ્લોર, ઈન્દોર થી પણ વિશેષ ટીમોને બોલાવી છે.Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close