રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં ડ્રોનથી હથિયાર ની હેરાફેરી..

જમ્મુ કાશ્મીરમાં ઘણીવાર પાડોસી દેશ પાકિસ્તાન ઘૂસણખોરી કરતા જ હોય જ છે.

સોમવારના રોજ LOC પર પલાંવાલા સેક્ટરના કેરી, બટ્ટલ અને બરડોહ ક્ષેત્રમાં પાકિસ્તાની સેનાએ રહેવાસી ક્ષેત્રો અને સેનાના વિસ્તારોને નિશાનો બનાવીને ગોળીબારી કરી હતી. જોકે આ ક્ષેત્રમાં લોકોને કોઈ નુકસાન થયુ ન હતું. તેના જવાબરૂપે ભારતીય સેના તરફથી પણ ગોળીબારી કરવામાં આવી હતી. સાંજે ચાર વાગ્યાથી શરૂ થયેલી ગાળીબારી સાત વાગ્યા સુધી ચાલી હતી.

જમ્મુ કાશ્મીરની અખનૂર પોલિસ પાર્ટી અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા મળીને નયવાલા ખાદના સીમાવર્તી વિસ્તારમાં ડ્રોનની મદદથી નીચે નાખવામાં આવેલા પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.આ પેકેટમાંથી પોલિસને બે એકે-47 અસોલ્ટ રાઈફલ અને ત્રણ એકે મેગેઝીન, એકે 7.62 એમ્યૂનિશનના 90 રાઉન્ડ અને એક સ્ટાર પિસ્તોલ મળી હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close