Driving License: જરૂર છે માત્ર આ એક ડૉક્યુમેન્ટની..

માત્ર આધારકાર્ડ જરૂરી
કેન્દ્ર સરકારે ડી.એલ બનાવવા માટે અનેક નિયમોનું સરળીકરણ કર્યું છે. જેનાથી લોકોની વ્યર્થ ભાગદોડ બચી જશે. આ નિયમો લાગુ કરવા માટે નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે. જેનાથી ડ્રાઈવિંગ લાઈસન્સની સાથે સાથે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ ઘણી સરળ બની જશે.
નવા નોટિફિકેશન મુજબ હવેથી આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવડાવા માટે, લાઈસન્સના રિન્યૂઅલ માટે, ગાડીનું રજિસ્ટ્રેશન અને તેના સંબંધિત દસ્તાવેજોમાં એડ્રસ બદલવા માટે થશે. હવે લોકો ઘરે બેઠા જ પોતાના કામ કરાવી શકશે. જો કોઈ ઓનલાઈન સેવા ઈચ્છતા હોય તો આધાર ઓથેન્ટિકેશનથી કામ થઈ જશે.
આ ડૉક્યુમેન્ટ્સનો validity period વધારાયો
કોરોના વાયરસ મહામારીના કારણે રોડ મિનિસ્ટ્રીએ વધુ એક મોટી રાહત આપી હતી. મિનિસ્ટ્રીએ ડ્રાઈવિંગ લાઈસન્સ અને મોટર વાહન દસ્તાવેજોના validity periodને વધારી દીધો છે. મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીની પરમિટ અને રજિસ્ટ્રેશન સહિત અન્ય દસ્તાવેજોની વેલિડિટી આ વર્ષ 31 ડિસેમ્બર 2020 સુધી વધારી છે.