
વહેલી સવારે ફેફસા માટેની પ્રોસીઝર શરૂ કરશે
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાજપા સાંસદ શ્રી અભયભાઈ ભારદ્વાજના ફેફસાને પુનઃ સારી રીતે કાર્યરત કરવા માટેની પ્રોસીઝર કરવા સુરતના આ બાબતના ખાસ નિષ્ણાત ડો. સમીરભાઈ ગામી તથા સુરતના ધારાસભ્યશ્રી હર્ષ સંઘવી ખાસ વિમાન દ્વારા અત્યારે મોડી રાત્રે રાજકોટ પહોંચી રહ્યા છે.
થોડી જ વારમા ડૉ સમીર ગામી, ડૉ હિરેન વસ્તાપરા, ડૉ નિલય અને ડૉ ગજેરા એમ ચાર તબીબો સાથે સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષ સંધવી રાજકોટ મધરાત્રે પહોંચી જશે. ડૉ સમીર ગામી છાતી અને ફેફસાંના દર્દોના નિષ્ણાત તબીબ છે, જ્યારે ડૉ હિરેન વસતાપરા શ્વાસનળી સહીતના દર્દોના સ્પેશિયાલિસ્ટ છે.
વહેલી સવારથી અભયભાઈના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું વધી ગયેલ પ્રમાણ મેનેજ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે તેમ સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી અને અભયભાઈના નાનાભાઈ શ્રી નીતિનભાઈ ભરદ્વાજે જણાવ્યું છે.