
- વાંકાનેરમાં બાળકોને સરકારી શાળામાં નહીં પણ બીજી કોઈ જગ્યાએ ભણતરના નામે એકઠા કરવામાં આવ્યા નાના ભૂલકાઓને
- કોરોનાની ગાઈડલાઇનના સરેઆમ ઉલ્લંઘન સાથે જીવ સાથે રમી રહયા જ્ઞાન આપવા વાળા ગુરુઓ
વાંકાનેરના કણકોટની પ્રાથમિક શાળાના શિક્ષકોએ આજે ન કરવા જેવુ કાર્ય કર્યું છે. શિક્ષકો અને શાળાના પ્રિનન્સીપાલ જીતુ વકુટિયાં દ્વારા નાના વિદ્યાર્થીઓને શાળામાં નહીં પરંતુ અન્ય જગ્યાએ ભેગા કરવામાં આવ્યા છે.

કોરોના કાળ ચાલી રહ્યો છે અને નાના બાળકો અને ઘરડા વ્યક્તિઓને બને એટલી સાવચેતી રાખવાની જરૂર છે એવામાં તેઓ કોઈપણ સાવચેતી રાખ્યા વિના તેમજ સરકારી ગાઈડલાઈનના ઉલ્લંઘન સાથે આ લોકો બાળકોના જીવ સાથે રમી રહ્યા છે.
ના તો માસ્ક કે ના સોશિયલ ડિસ્ટન્સિંગ
આજે સવારનો આનો એક વિડીયો અને ન્યૂજ વાઇરલ થઈ રહી છે. જો કે અટકાયતો વચ્ચે ખબર પડી છે કે આ વાંકાનેરની ઘટના છે પણ હજુ કોઈ વાત સાબિત થઈ નથી.