ડોનાલ્ડ ટ્રમ્પની તબિયતમાં આવ્યો સુધારોઃ આજે મળી શકે છે હોસ્પિટલમાંથી રાહત

બીજો ડોઝ પણ આપી દેવાયો છેઃ તેમની કિડની અને લિવરની પ્રક્રિયા સામાન્ય થઈ છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મેડિકલ ટીમનું કહેવું છે કે રાષ્ટ્રપતિને રેમડેસિવીરનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે. તેમની કિડની અને લિવરની પ્રક્રિયા સામાન્ય થઈ છે. મળતી માહિતી અનુસાર સોમવારે એટલે કે આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પને રજા અપાય તેવી શકયતાઓ છે.
રેમડેસિવીર દવાના વિશે કહેવાયું કે તે કોરોના દર્દીને ૧૧ દિવસમાં સાજા કરવામાં મદદ કરે છે. અમેરિકામાં રેમડેસિવીર દવાનું કોરોના દર્દીઓ પર સારું પરિણામ જોવા મળે છે. રોગ વિશેષજ્ઞ રેમડેસિવીરને ઈબોલા વાયરસની વિરુદ્ઘમાં સૌથી પહેલાં ટેસ્ટ કરાયેલા એન્ટીવાયરલ દવાને પોઝિટિવ રીતે જોઈ રહ્યા છે.
રાષ્ટ્રિય સ્વાસ્થ્ય સંગઠને જાણ્યું કે રેમડેસિવીરનો ડોઝ જે લોકોને અપાયો છે તેમને ૧૧ દિવસમાં હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. આ દવાથી કોરોનાના દર્દી ૪ દિવસ વહેલા સાજા થાય છે. આ એન્ટીવાયરલ દવાનો ઉપયોગ ઈમરજન્સીમાં કરવાની પરમિશન આપવામાં આવી છે.
વૈજ્ઞાનિકોના માનવા મુજબ અમેરિકી ફાર્મા કંપની ગિલિયડની બનાવેલી રેમડેસિવીર દવા આમ તો કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે બનાવવામાં આવી નથી. જો કે આ દવાનો ફાયદો દર્દીઓને થઈ રહ્યો છે. આ દવાની સાઈડ ઈફેકટ પર હજુ રિસર્ચ કરવાનો બાકી છે. આ પહેલાં જોન હોપકિન્સ યુનિવર્સિટીના આધારે ગંભીર રીતે બીમાર કોરોના દર્દીને અન્ય દવાની સાથે મિકસ કરીને તે આપવામાં આવતા તે લાભદાયી સાબિત થઈ છે.