સામાન્યજ્ઞાન-જાણો ટ્રેનના ડબ્બાની પાછળ ‘X’ અને ‘LV’ નું નિશાન શા માટે બનાવેલ હોય છે?

દેશમાં દર વર્ષે લાખો કરોડો લોકો સફર કરતાં હશે. તમે પણ ઘણી વખત ટ્રેનમાં બેસી ગયા હશો. પણ શું તમે ક્યારેય આ એક વાત ઉપર ધ્યાન દીધું છે કે દરેક ટ્રેનના છેલ્લા ડબ્બાની પાછળ X નું નિશાન બનેલું હશે અને અમુક ટ્રેનની પાછળ LV પણ લખ્યું હશે. અને સાથે જ એક લાલ રંગની જબુકે એવી લાઇટ જેવુ નિશાન પણ બન્યું હશે. શું તમે જાણો છો કે આ બધા પાછળ શું કારણ હશે? જો ના તો ચાલો આજે અમે તમને આના વિષે થોડી માહિતી આપી દઈએ.
ભારતમાં ચાલવા વાળી દરેક પેસેંજર ટ્રેનની પાછળ X નિશાન દોરેલ હશે. ટ્રેનના અંતમાં બનેલ આ નિશાન સફેદ કે પીળા રંગનું હોય છે. ભારતીય રેલવેના નિયમ અનુસાર દરેક પેસેંજર ટ્રેનના અંતમાં આ નિશાન હોવું અનિવાર્ય છે.
X ની સાથે જ LV નિશાન પણ બનેલ જોયું હશે અને તેનું ફૂલ ફોર્મ થાય છે last vehicale એટ્લે કે છેલ્લો ડબ્બો. છેલ્લા ડબ્બા સીવયના બીજા કોઈ પણ ડબ્બાના અંતમાં કોઈ પણ જાતના નિશાન લગાવવામાં ન આવ્યા હોય. રેલ કર્મચારીઓ છેલ્લા ડબ્બાના નિશાનને જોઈને એ સૂચના આગળ પંહોચાડે છે કે ટ્રેન સુરક્ષિત રીતે આગળ વધી રહી છે. જો કોઈ વખત ટ્રેનના છેલ્લા ડબ્બામાં કર્મચારીઓને કોઈ નિશાન જોવા ન મળે એનો મતલબ એવો નીકળે કે ટ્રેન સાથે કઈક ગડબડ ચાલી રહી છે અને રેલ્વે કર્મચારીઓ આગળ કામગીરી કરવા લાગી જાય.

ઘણી વખત ખરાબ હવામાનને કારણે ટ્રેન વિષે અપડેટ મેળવવી અઘરી પડે છે એવામાં ડબ્બાની પાછળ લા રંગની જબૂકતી લાઇટ જેવા કલરથી ટ્રેન ક્યાં છે એ જોઈ શકાય છે. રેલ કર્મચારીઓ ટ્રેન વિષે અપડેટ મેળવી શકે છે. સાથે જ આ લાઇટ પાછળથી આવતી બીજી ટ્રેન માટે પણ એટઌ જ ઉપયોગી બને છે. એ લાઇટ નવી આવતી ટ્રેનને એવો ઈશારો દર્શાવે છે કે આગળ કોઈ એક ટ્રેન ઊભી છે.